૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણીમાં ચિમૂરથી ઉમેદવારી કરનારી વનિતા રાઉતે દારૂસંબંધી આશ્વાસન આપ્યું હતું
વનિતા રાઉત
ચૂંટણીમાં ઉમેદવારો મતદારોને રીઝવવા માટે જાત-જાતનાં વચનો આપતાં હોય છે ત્યારે ચંદ્રપુર લોકસભા બેઠકનાં અખિલ ભારતીય માનવતા પક્ષ (ABMP)નાં ઉમેદવાર વનિતા રાઉતે કહ્યું છે કે તેઓ વિજયી થશે તો ગામેગામ દારૂની કાનો શરૂ કરાવીશ અને સરકાર દ્વારા અપાતા આનંદના શીધામાં અનાજની સાથે મોંઘી વ્હિસ્કી અને બિઅર વહેંચવામાં આવશે. વનિતા રાઉતે કહ્યું છે કે ‘મોંઘી વ્હિસ્કી અને બિઅર શું શ્રીમંતો જ પી શકે? ગરીબોને પણ સારી ક્વૉલિટીનો દારૂ પીવાનો અધિકાર છે. મને વિજયી બનાવશો તો સરકાર દ્વારા ગરીબોને આપવામાં આવતા આનંદના શીધામાં અનાજની સાથે આ બધું આપીશ.’
ઉલ્લેખનીય છે કે ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણીમાં ચિમૂરથી ઉમેદવારી કરનારી વનિતા રાઉતે દારૂસંબંધી આશ્વાસન આપ્યું હતું, જે તેણે લોકસભાની ચૂંટણીમાં દોહરાવ્યું છે. ચંદ્રપુર લોકસભાની બેઠકમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના સુધીર મુનગંટીવાર તો કૉન્ગ્રેસનાં પ્રતિભા ધાનોરકરની સીધી લડાઈ છે, પણ નાના પક્ષનાં ઉમેદવાર વનિતા રાઉતનું આ આશ્વાસન ચર્ચાનો વિષય બન્યો છે.

