Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગણપતિ બાપ્પા મોરયા…આ બાપ્પાએ તો દિલ ચોરીયા…

ગણપતિ બાપ્પા મોરયા…આ બાપ્પાએ તો દિલ ચોરીયા…

Published : 22 September, 2026 02:51 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુજરાતી મિડ-ડેના વાચકોના બાપ્પા અને તેમની સજાવટ બહુ સુંદર છે. ચાલો જોઈએ ગુજરાતી મિડ-ડેના વાચકોના ઘરે પધારેલા બાપ્પાની ઝલક તસવીરોમાં…

ગણપતિ બાપ્પા

ગણપતિ બાપ્પા


૫૫૫૫ બિસ્કિટમાંથી બન્યા છે આ બાપ્પા



મલાડ-વેસ્ટમાં શ્યામ નિર્મલ મિત્ર મંડળ દ્વારા ૧૯૯૮થી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ મંડળની ખાસિયત જ એ છે કે તેઓ દર વર્ષે પાણીપૂરી, કુરકુરે, પૉપકૉર્ન, કૅડબરી જેમ્સ, 
જલેબી-ફાફડા જેવી વસ્તુઓનો ઉપયોગ કરીને ગણપતિબાપ્પાની મૂર્તિ બનાવે છે. આ વખતે તેમણે બિસ્કિટના ગણપતિ બનાવ્યા છે. આ વિશે માહિતી આપતાં મંડળના સભ્ય ધ્રુમિલ દેસાઈ કહે છે, ‘આ વખતે અમે પાર્લે-જી, બોર્બોન, જિમજેમ, લોટસ બિસ્કોફ, ક્રૅકજૅક, ઓરિયો જેવાં ૧૧ ટાઇપનાં ૫૫૫૫ જેટલાં બિસ્કિટનો ઉપયોગ કરીને બાપ્પાની મૂર્તિ બનાવી છે. અમે મંડળના સભ્યોએ મળીને પાંચ જ દિવસમાં આ મૂર્તિ તૈયાર કરી છે.’


પાણીપૂરી-સેવપૂરીની થીમ પર ડેકોરેશન


બોરીવલી-વેસ્ટમાં ક્લોવર ગ્રોવ સોસાયટીમાં રહેતા કેવલ મોદીના ઘરે દોઢ દિવસ માટે બાપ્પાનું આગમન થયું હતું. આ વર્ષે તેમણે પાણીપૂરી અને સેવપૂરી થીમ પર યુનિક ડેકોરેશન કર્યું હતું. ડેકોરેશન માટે તેમણે ૫૦૨ પાણીપૂરી અને ૩૯૦ સેવપૂરીનો ઉપયોગ કર્યો હતો. એ સિવાય ત્રિશૂલ અને ડમરુના ડેકોરેશનમાં વટાણા, બુંદી અને ચણાની દાળનો ઉપયોગ કર્યો હતો.

આ ગણેશમૂર્તિમાં સમાયેલા છે વિષ્ણુના ૧૦ અવતાર

કાંદિવલી-વેસ્ટમાં શ્રી સિદ્ધિવિનાયક ગણેશ મિત્ર મંડળ દ્વારા છેલ્લાં ૩૦ વર્ષથી ગણેશોત્સવની ઉજવણી થાય છે. આ વખતે આ મંડળે દશાવતારના રૂપમાં બાપ્પાનું આગમન કર્યું છે. ‘સાંઈનગરના શ્રી’ તરીકે ઓળખાતા આ બાપ્પાની મૂર્તિમાં સૌથી ઉપર બુદ્ધ અવતાર, એની નીચે નૃસિંહ અવતાર, બાપ્પાનું મુખ એ મત્સ્ય અવતાર, ડાબી બાજુએ વરાહ અવતાર, એની બાજુમાં રામ અવતાર, જમણી બાજુએ પરશુરામ અવતાર, એની બાજુમાં કલ્કી અવતાર, હાથ પર કૃષ્ણ અવતાર, નીચે એક પગમાં કૂર્મ અવતાર અને બીજા પગમાં વામન અવતાર તમને જોવા મળશે. આ થીમને વધુ જીવંત બનાવવા માટે દરરોજ સાંજે VFX ઍનિમેશન દ્વારા વિષ્ણુના ૧૦ અવતારની કથા અને એમનું મહત્ત્વ રજૂ કરવામાં આવે છે.

પ્રિય મોદક વચ્ચે બેઠેલા લંબોદર

મલાડ-ઈસ્ટમાં ઓમ ગણેશ કૃપા સોસાયટીમાં રહેતા ચિરાગ પ્રફુલ શાહના ઘરે મોદક થીમના બાપ્પાનું આગમન થયું હતું. ઉકડીના મોદક વચ્ચે બિરાજમાન લંબોદરને તમે 
જોઈ શકો છો. એમની પાછળ મોદકના શેપમાં જ ફ્લાવરથી ડેકોરેશન થયેલું છે. 

જોઈ લો મ્યુઝિશ્યન ગણેશજીને

કાંદિવલી-વેસ્ટમાં શ્રીનાથ એન્ક્લેવ સોસાયટીમાં રહેતા નીલેશ શાહના ઘરે ૩ દિવસ માટે બાપ્પાનું આગમન થયું હતું. એ માટે તેમણે મ્યુઝિકલ થીમ પર ડેકોરેશન રાખ્યું હતું. એમાં તેમણે ઢોલ, વાંસળી, ડફલી, ગિટાર વગાડી રહેલા મૂષકોની વચ્ચે તબલાં વગાડી રહેલા બાપ્પાને બિરાજમાન કર્યા હતા. 

સસ્ટેનેબલ એનર્જી યુઝ કરવાનો સંદેશો આપી રહ્યા છે કાંદિવલીના આ બાપ્પા

કાંદિવલીના ઠાકુર વિલેજમાં આવેલી એવરશાઇન ક્રાઉન સોસાયટીમાં છેલ્લાં પાંચ વર્ષથી પાંચ દિવસ માટે બાપ્પાનું આગમન થાય છે. આ વર્ષે ગણપતિબાપ્પા માટે સોલર થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યું હતું. આ ડેકોરેશન કરનાર સોસાયટીનાં સભ્ય હેમાલી પારેખે કહ્યું હતું કે ‘અમે સોસાયટીમાં આ વર્ષે સોલર પૅનલ બેસાડી હતી. એ ધ્યાનમાં રાખીને મેં આ ડેકોરેશન કર્યું હતું. સોલર પૅનલ સાથે મેં અમારી સોસાયટીની આખી પ્રતિકૃતિ બનાવી હતી. એમાં પાર્કિંગ, સોસાયટીનો ગેટ, એમ્ફી થિયેટર, ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી બેસવાની ખુરસીઓ, ફ્લૅટ્સની બારીઓ, પાઇપલાઇન વગેરેનું પણ ડીટેલિંગ કર્યું હતું. આ ડેકોરેશન કરતાં મને ૧૫ દિવસ લાગ્યા હતા.’

Whatsapp-channel Whatsapp-channel

22 September, 2026 02:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK