દીપક પ્રમાણે આ મામલે ઉદ્ધવ ઠાકરેની પીએમ મોદી સાથે પણ વાતચીત ચાલી હતી. દીપક કેસરકરે શુક્રવારે મુંબઈમાં પ્રેસ કૉન્ફ્રેન્સમાં કહ્યું કે નારાયણ રાણેના કેન્દ્રીય મંત્રીમંડળમાં ગયા પછી આ મામલો અટક્યો.

તસવીર સૌજન્ય મિડ-ડે
મહારાષ્ટ્રની રાજનીતિમાં ચાલતી ઉથલપાથલ વચ્ચે દરરોજ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આ દરમિયાન એકનાથ શિંદે સમૂહના પ્રવક્તા દીપક કેસરકરે દાવો કર્યો છે કે સુશાંત મામલે દીકરા આદિત્યને બચાવવા માટે ઉદ્ધવ ઠાકરે સીએમ પદ છોડી ભાજપ સાથે આવવા માટે તૈયાર હતા. દીપક પ્રમાણે આ મામલે ઉદ્ધવ ઠાકરેની પીએમ મોદી સાથે પણ વાતચીત ચાલી હતી. દીપક કેસરકરે શુક્રવારે મુંબઈમાં પ્રેસ કૉન્ફ્રેન્સમાં કહ્યું કે નારાયણ રાણેના કેન્દ્રીય મંત્રીમંડળમાં ગયા પછી આ મામલો અટક્યો.
પીએમને કહ્યું હતું કે તમારી સાથે પારિવારિક સંબંધ જરૂરી
પ્રેસ કૉન્ફ્રેન્સમાં દીપક કેસરકરે એ પણ જણાવ્યું કે આ દરમિયાન પીએમ મોદી અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે શું વાત થઈ હતી. શિંદે જૂથના પ્રવક્તા પ્રમાણે ઠાકરેએ દિલ્હીમાં વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ મને આ પ્રવાસ દરમિયાન થયેલી ચર્ચાઓ વિશે માહિતી આપી હતી. ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન સાથે ચોખવટ કરી હતી કે હું પદથી વધારે તમારી સાથે પારિવારિક સંબંધ જાળવી રાખવાને મહત્વ આપું છું. દીપકનું કહેવું છે કે આ વાતચીત પ્રમાણે ઉદ્ધવ ઠાકરેને 15 દિવસોમાં પોતાના પદ પરથી હટવાનું હતું. પણ મુંબઈ આવ્યા પછી ઉદ્ધવને સમજાયું કે આ વાતો કાર્યકર્તાઓને પણ જણાવવી જોઈએ, નહીંતર ખોટો મેસેજ જશે. ત્યાર બાદ ઉદ્ધવ ઠાકરેએ થોડોક સમય માગ્યો હતો.
ભાજપ સભ્યોના સસ્પેન્શનથી વધી હતી મુશ્કેલી
દીપક કેસરકરે એ પણ દાવો કર્યો કે મોદીજી પાર્ટીના મોભી અને પરિવારના મોભી તરીકે ઉદ્ધવ ઠાકરેના મન મુજબ બધું કરવા માટે તૈયાર હતા. તેમણે કહ્યું કે અમે ત્રણેયને આ બધી ખબર હતી. આ સિવાય રશ્મિ ઠાકરેને પણ આ વાત ખબર હતી. પણ આમાં ઘણ સમય લાગી ગય અને આ દરમિયાન વિધાનસભા સત્રમાં ભાજપના 2 વિધેયકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ત્યાર બાદ ભાજપ તરફથી ઉદ્ધવ ઠાકરેને સંદેશ આપવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું કે જ્યારે આપણી વચ્ચે વાતચીત થઈ રહી હતી ત્યારે ભાજપ વિધેયકોને આટલા લાંબા ગાળા માટે સસ્પેન્ડ કરવા યોગ્ય નહોતા.
સમયની અછત બની મુશ્કેલીનું કારણ
એકનાથ શિંદે જૂથના પ્રવક્તાએ જણાવ્યું કે આ વચ્ચે નારાયણ રાણેને કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ કરી લેવામાં આવ્યા. આ વાત પણ ઉદ્ધવ ઠાકરેને પસંદ આવી નહોતી. આ દરમિયાન ઉદ્ધવ સાથે વાતચીત બંધ થઈ ગઈ. બે મહિના પછી ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી. તે સમયે તેમણે કહ્યું કે નાની વાતો થતી હોય છે. પણ ઉદ્ધ ઠાકરેને લાગે છે કે વાતચીત ફરીથી શરૂ થવી જોઈએ અને આમાંથી કંઇક સારું નીકળવું જોઈએ. પણ દીપક કેસરકરે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે પાસે સમય ઓછો હોવાને કારણે આ શક્ય બન્યું નહીં.