છત્રપતિ શિવાજી મહારાજના વંશજ ઉદયનરાજે ભોસલેએ પણ કરી માગણી
ઉદયનરાજે ભોસલે
ક્રૂર શાસક ઔરંગઝેબની કબરને હટાવવા માટે રાજ્યમાં વાતાવરણ ગરમ છે ત્યારે છત્રપતિ શિવાજી મહારાજના વંશજ ઉદયનરાજે ભોસલેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘નાગપુરમાં જે થયું એનું સમર્થન કોઈ ન કરી શકે. રમખાણ કરનારાઓને જાત-પાત નથી હોતી. હું ભારતીય જનતા પાર્ટીમાં છું એટલે નહીં પણ એક નાગરિક તરીકે કહી રહ્યો છું કે ઔરંગઝેબની કબર ઉખેડીને દેશની બહાર ફેંકી દેવી જોઈએ. છત્રપતિ શિવાજી મહારાજ એકમાત્ર રાજા હતા જેમણે સર્વધર્મ સમભાવને પ્રોત્સાહન આપ્યું હતું. લોકશાહીનો ઢાંચો તૈયાર કરવાનું કામ શિવાજી મહારાજે કર્યું હતું એટલે તેમની તુલના કોઈ સાથે ન થઈ શકે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીએ શિવાજી મહારાજના વિચારને આચરણમાં લાવવાનું કામ કર્યું છે. રાજ્ય અને કેન્દ્ર સરકારે વહેલી તકે શિવાજી મહારાજ અને સંભાજી મહારાજનો ઇતિહાસ પ્રકાશિત કરવો જોઈએ જેથી કોઈ વિવાદ જ ન રહે.’



