થાણેમાં શુક્રવારે ફ્લૅટની છતનો એક ભાગ તૂટી પડતાં એક મહિલાનું મૃત્યુ થયું હતું અને તેની ચાર પુત્રી ઘાયલ થઈ હતી.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ (પી.ટી.આઇ.) : થાણેમાં શુક્રવારે ફ્લૅટની છતનો એક ભાગ તૂટી પડતાં એક મહિલાનું મૃત્યુ થયું હતું અને તેની ચાર પુત્રી ઘાયલ થઈ હતી. જિલ્લામાં એક અન્ય જગ્યાએ કૉન્ક્રીટની છત પડી જતાં મહિલાનું મૃત્યુ થયું હતું.
એક ઘટના ઉત્તન ગામના બંદર વિસ્તારના રહેણાક વિસ્તારમાં ફ્લૅટની છત પરથી પ્લાસ્ટર પડતાં સવારે ૪.૧૫ વાગ્યે બની હતી, જેમાં ૪૬ વર્ષની સુનીતા બોર્ગેસનું મૃત્યુ થયું અને ૧૨થી ૨૫ વર્ષની તેની પુત્રીઓ ઘાયલ થઈ હતી. જિલ્લા ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના એક અધિકારીએ જણાવ્યા મુજબ મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશનના ફાયરમેને કાટમાળ સાફ કરીને ઘરને ખાલી કરાવ્યું હતું.
અન્ય ઘટના ભિવંડીમાં બની હતી, જેમાં ૫૫ વર્ષની એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો. અધિકારીએ જણાવ્યા મુજબ બપોરે આશરે ૧.૨૦ વાગ્યાની આસપાસ ઇમારતની બારીની છત મહિલા પર પડી હતી. મૃતકની ઓળખ શહનાઝ અન્સારી તરીકે કરવામાં આવી છે.


