Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Sha Rukh Khanના ઘર મન્નતમાં દિવાલ કૂદી ઘુસ્યાં બે ગુજરાતીઓ, સિક્યુરિટી ગાર્ડે ઝડપી પાડ્યા

Sha Rukh Khanના ઘર મન્નતમાં દિવાલ કૂદી ઘુસ્યાં બે ગુજરાતીઓ, સિક્યુરિટી ગાર્ડે ઝડપી પાડ્યા

03 March, 2023 12:17 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બાંદ્રા સ્થિત અભિનેતાના બંગલા મન્નત(Shah Rukh Khan House Mannat)માં ઘૂસવાની હિંમત કરી હતી. જોકે, શાહરૂખ (Shah Rukh Khan) ના ઘરમાં બંને યુવકોને ફરતા જોઈને સિક્યુરિટી ગાર્ડે તેમને પકડી લીધા હતા.

શાહરુખ ખાન

શાહરુખ ખાન


Shah Rukh Khan News:બૉલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન(Shah Rukh Khan)ના દુનિયાભરમાં ચાહકો છે. ઘણીવાર ઘણા ચાહકો પોતાના સુપરસ્ટારને મળવા માટે તમામ હદ વટાવી દે છે. આવો જ એક કિસ્સો બુધવારે પણ સામે આવ્યો હતો. વાસ્તવમાં, કિંગ ખાનના ચાહકોએ બુધવારે રાત્રે હદ વટાવી દીધી હતી અને બાંદ્રા સ્થિત અભિનેતાના બંગલા મન્નત(Shah Rukh Khan House Mannat)માં ઘૂસવાની હિંમત કરી હતી. જોકે, શાહરૂખના ઘરમાં બંને યુવકોને ફરતા જોઈને સિક્યુરિટી ગાર્ડે તેમને પકડી લીધા હતા. આ પછી, મન્નતના ઘરના મેનેજરે ગુરુવારે બંને ચાહકોને બાંદ્રા પોલીસને સોંપ્યાં હતાં.

બંને આરોપીઓ ગુજરાતના છે
બીજી તરફ બાંદ્રા પોલીસે જણાવ્યું કે ધરપકડ કરાયેલા બંને યુવકોની ઉંમર 19 થી 20 વર્ષની છે. શાહરૂખ ખાનના બંગલામાં પ્રવેશ્યા બાદ ત્યાં ફરજ પરના સિક્યોરિટી ગાર્ડે બંનેને પકડી લીધા હતા.પ્રાથમિક માહિતી મુજબ આરોપીઓએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું હતું કે તેઓ ગુજરાતથી આવ્યા છે અને શાહરૂખને મળવા માગે છે. હાલમાં પોલીસે બંને સામે પરવાનગી વગર ખાનગી મિલકતમાં પ્રવેશ કરવા બદલ ગુનો નોંધ્યો છે. મામલાની તપાસ ચાલી રહી છે. 



આ પણ વાંચો: દીકરા બાદ મા મુશ્કેલીમાં, શાહરુખના પત્ની Gauri Khan વિરુદ્ધ લખનૌમાં FIR દાખલ


શાહરૂખ ખાનની પત્ની ગૌરી વિરુદ્ધ FIR દાખલ

નોંધનીય છે આ પહેલા શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન(Gauri Khan)વિરુદ્ધ મુંબઈ(Mumbai)ના એક વ્યક્તિ દ્વારા લખનૌમાં કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદીનો આરોપ છે કે તેણે બિલ્ડર કંપની તુલસિયાની કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપર્સ લિમિટેડમાં કરોડોની કિંમતનો ફ્લેટ ખરીદ્યો હતો જેની બ્રાન્ડ એમ્બેસેડર ગૌરી ખાન છે. તેણે દાવો કર્યો હતો કે તેણે ગૌરી ખાનથી પ્રભાવિત થઈને જ ફ્લેટ માટે 86 લાખ રૂપિયા ચૂકવ્યા હતા, પરંતુ તેને ફ્લેટનો કબજો મળ્યો નથી.


Whatsapp-channel Whatsapp-channel

03 March, 2023 12:17 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK