ચૂનાભઠ્ઠી પોલીસ સ્ટેશન દ્વારા પણ આ ઘટનાની પુષ્ટિ કરવામાં આવી હતી
ફાઇલ તસવીર
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીવાળા મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં રાજકીય કાર્યકર્તાઓએ એક સ્થાનિક ન્યુઝ-ચૅનલના ૩૮ વર્ષના રિપોર્ટર સાથે ધક્કામુક્કી કરી હતી. ચૂનાભઠ્ઠી પોલીસ સ્ટેશન દ્વારા પણ આ ઘટનાની પુષ્ટિ કરવામાં આવી હતી. પત્રકારે કરેલા દાવા મુજબ શનિવારે સાયનના સોમૈયા મેદાનમાં પડેલી ખાલી ખુરસીઓનું તે શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે કેટલાક કાર્યકર્તાઓ તેના પર ધસી આવ્યા હતા તેમ જ તેને શૂટિંગ બંધ કરવા કહ્યું હતું. ત્યાં હાજર અન્ય ટીવી-ચૅનલના પત્રકાર સાથે પણ ધક્કામુક્કી કરવામાં આવી હતી, પરંતુ પોલીસે તેને બચાવ્યો હતો. એનસીપીનાં લોકસભાનાં સંસદસભ્ય સુપ્રિયા સુળેએ આ ઘટનાને ગંભીર ગણાવીને પોલીસ કમિશનર અને ગૃહપ્રધાનને તરત કાર્યવાહી કરવાની માગ કરી હતી.


