Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હવે વધુ સમય નહીં અપાય, રિક્ષા-ડ્રાઇવરો માટે ૧૫ ઑગસ્ટ પછી મરાઠી કમ્પલ્સરી જ

હવે વધુ સમય નહીં અપાય, રિક્ષા-ડ્રાઇવરો માટે ૧૫ ઑગસ્ટ પછી મરાઠી કમ્પલ્સરી જ

Published : 10 August, 2026 07:28 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પરિવહન ખાતાના પ્રધાન પ્રતાપ સરનાઈકે ભૂમિકા સ્પષ્ટ કરી

પ્રતાપ સરનાઇક

પ્રતાપ સરનાઇક


મહારાષ્ટ્રના પરિવહનપ્રધાન પ્રતાપ સરનાઈકે રવિવારે પત્રકાર-પરિષદને સંબોધતી વખતે બિનમરાઠી હોય એવા રિક્ષા અને ટૅક્સી-ડ્રાઇવરો માટે વ્યાવહારિક મરાઠી ભાષા ફરજિયાત આવડવાની મુદત વધારવામાં નહીં આવે એવી સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું હતું કે સામાન્ય મરાઠી ન આવડતું હોય એવા રિક્ષા-ટૅક્સીચાલકો વિરુદ્ધ ૧૫ ઑગસ્ટ પછી કાર્યવાહી કરવામાં આવશે. 
ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા મહિનાઓથી મરાઠી ભાષાના સંવર્ધન માટે કામ કરતી સ્વયંસેવી સંસ્થાઓ, સરકાર અને અન્ય સંસ્થાઓ દ્વારા આખા મુંબઈમાં બિનમરાઠી, પરપ્રાંતીય રિક્ષા અને ટૅક્સી-ડ્રાઇવરોને મરાઠી ભાષા શીખવવા માટે ટ્રેઇનિંગ-સેશન રાખવામાં આવ્યાં છે. તેમને મરાઠી ભાષા ફરજિયાત આવડવી જોઈએ એવો નિર્ણય લેવામાં આવ્યો છે અને એ માટે છેલ્લી તારીખ ૧૫ ઑગસ્ટ નક્કી કરવામાં આવી હતી. ૧૫ ઑગસ્ટ બાદ તેમને સામાન્ય મરાઠી પણ ન આવડતું હોય એવું જણાશે તો તેમના કમર્શિયલ વ્હીકલનું રજિસ્ટ્રેશન તથા લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

10 August, 2026 07:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK