દુર્ઘટનામાં ૪ મજૂરોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં, જ્યારે બે મજૂરોનાં સારવાર દરમ્યાન મૃત્યુ થયાં હતાં. ૧૧ ઘાયલ મજૂરોને સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પ્રતીકાત્મક તસવીર
સંભાજીનગર જિલ્લામાં રવિવારે મધરાત બાદ થયેલા ગમખ્વાર અકસ્માતમાં ૬ મજૂરોનાં મોત થયાં હતાં, જ્યારે અન્ય ૧૧ મજૂરો ઘાયલ થયા હતા. અકસ્માતની આ ઘટના પિશોરા ઘાટમાં રાતે ૨.૩૦ વાગ્યે બની હતી. જે ટ્રકમાં મજૂરો હતા એ ટ્રક કન્નડાથી પિશોરા જઈ રહી હતી. ઘાટમાં ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં ટ્રક ઊંધી વળી ગઈ હતી અને મજૂરો રોડ પર પટકાયા હતા. એ જ વખતે પાછળથી સ્પીડમાં આવી રહેલી શેરડી ભરેલી ટ્રક તેમના પર ફરી વળી હતી. આ દુર્ઘટનામાં ૪ મજૂરોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં, જ્યારે બે મજૂરોનાં સારવાર દરમ્યાન મૃત્યુ થયાં હતાં. ૧૧ ઘાયલ મજૂરોને સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

