સમારકામ બાદ સોમવારે સવારે ૬.૦૨ મિનિટની પનવેલ-છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) પહેલી ટ્રેન આ માર્ગ પરથી પસાર થઈ હતી.
પ્રતીકાત્મક તસવીર
રવિવારે બપોરે ૪.૨૦ વાગ્યે રેલવે-ટ્રૅકને બદલવા માટેની મશીનરી માટે ઉપયોગમાં લેવાતી ટ્રૅક-રિલેઇંગ ટ્રેન નેરુળ સ્ટેશન નજીક પાટા પરથી ઊતરી ગઈ હતી, જેને પાટા પર ચડાવવાનું કામ અને ટેક્નિકલ ખામી દૂર કરવાનું કામ ૧૩ કલાક ચાલ્યું હતું. સમારકામ બાદ સોમવારે સવારે ૬.૦૨ મિનિટની પનવેલ-છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) પહેલી ટ્રેન આ માર્ગ પરથી પસાર થઈ હતી. વાશી-બેલાપુર વચ્ચે સવારે ૬.૦૯ વાગ્યાની ટ્રેન શરૂ થયા બાદ ટ્રેનવ્યવહાર સામાન્ય બન્યો હતો. આ ટ્રેન કુર્લામાં મેગા બ્લૉકનું કામ પતાવીને પાછી જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. રવિવારે સાંજથી વાશી-પનવેલ લાઇન પર ટ્રેનવ્યવહાર બંધ રહેતાં રવિવારે રજાના દિવસે ફરવા નીકળેલા અનેક મુસાફરો અટવાયા હતા.

