આ બાબતે ચંદ્રપુર સર્કલના મુખ્ય વન સંરક્ષક પ્રકાશ લોંકરે જણાવ્યું હતું કે જિલ્લા મુખ્યાલયથી લગભગ 120 કિલોમીટર દૂર બ્રહ્મપુરી વિભાગના નાગભીડ ફોરેસ્ટ રેન્જમાં વાઘનું શબ જોવા મળ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)
મહારાષ્ટ્ર (Maharashtra)ના ચંદ્રપુર જિલ્લાના જંગલમાં બુધવારે એક વાઘ મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ બાબતે ચંદ્રપુર સર્કલના મુખ્ય વન સંરક્ષક પ્રકાશ લોંકરે જણાવ્યું હતું કે જિલ્લા મુખ્યાલયથી લગભગ 120 કિલોમીટર દૂર બ્રહ્મપુરી વિભાગના નાગભીડ ફોરેસ્ટ રેન્જમાં વાઘનું શબ જોવા મળ્યું હતું. તેમણે જણાવ્યું કે માહિતી મળ્યા બાદ વનકર્મીઓ અને પશુ ચિકિત્સકો સ્થળ પર તપાસ માટે પહોંચ્યા હતા.
ઘટનાસ્થળે પહોંચેલા વન અધિકારીઓએ જણાવ્યું કે મૃતદેહનો એક ભાગ કૂતરાએ ખાઈ લીધો હતો. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે વાઘનું મૃત્યુ પરસ્પર અને પ્રાદેશિક લડાઈમાં થયું હોઈ શકે છે કારણ કે સ્થળ પર અન્ય વાઘના નિશાન મળી આવ્યા હતા. તાડોબા અંધારી ટાઇગર રિઝર્વ ચંદ્રપુર જિલ્લામાં આવેલું છે.
અગાઉ, 3 ડિસેમ્બરે નાગભીડ વન અધિકારીઓએ પી-2 નામની વાઘને પકડી હતી, જેણે ચાર લોકોના જીવ લીધા હતા. એક રેન્જ ફોરેસ્ટ અધિકારીએ એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે વાઘના ટ્રેક્સ મળી આવ્યા પછી વધુ દેખરેખ માટે અહીં એક ઉપકરણ સ્થાપિત કરવામાં આવ્યું છે, માહિતી કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવી છે.