Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વૉટર-ટૅન્કરવાળાઓની હડતાળ પાછી ખેંચાઈ

વૉટર-ટૅન્કરવાળાઓની હડતાળ પાછી ખેંચાઈ

Published : 10 June, 2026 09:52 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૧,૦૦૦ વૉટર-ટૅન્કરે સર્વિસ આપવાનું બંધ કરતાં હાઉસિંગ સોસાયટીઓમાં પણ પાણીનાં ફાંફાં પડ્યાં હતાં

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સરકાર દ્વારા રજિસ્ટ્રેશન, લાઇસન્સિંગ ઉપરાંત ભૂગર્ભ જળ કાઢવા બાબતે લદાયેલા સખત નિયમના વિરોધમાં મુંબઈ વૉટર ટૅન્કર અસોસિએશન (MWTA) દ્વારા પાડવામાં આવેલી હડતાળ મંગળવારે પાછી ખેંચવામાં આવી હતી. MWTAની કમિટીના સભ્ય સંદીપ માંઢરેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમારું પ્રતિનિધમંડળ મંગળવારે મુંબઈના કલેક્ટર સૌરભ કટિયારને મળ્યું હતું અને તેમણે MWTAના પ્રશ્નો કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવાનું આશ્વાસન આપ્યું એને પગલે મુંબઈગરાઓને હડતાળને કારણે થઈ રહેલી તકલીફને જોતાં અમે હડતાળ પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. એ સિવાય હાલમાં જે રીતે

વૉટર-ટૅન્કરના માલિકો પર કાર્યવાહી કરવામાં આવતી હતી એ રોકવાનું પણ આશ્વાસન અપાયું છે.’ ઉલ્લેખનીય છે કે વૉટર-ટૅન્કરની હડતાળની અસર સ્પષ્ટ દેખાવા માંડી હતી અને રેલવે-પ્રશાસન ઉપરાંત ઉપનગરો અને શહેર વિસ્તારમાં હાઉસિંગ સોસાયટીઓ પાણીની તંગીનો સામનો કરી રહ્યાં હોવાનું દૃશ્ય જોવા મળ્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

10 June, 2026 09:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK