આ સમારોહમાં અસાધારણ ટૅક્નિકલ સ્કિલ્સ, નવીનતા, ચોકસાઇ અને કારીગરીનું સન્માન કરવામાં આવ્યું હતું, અને તેમાં વિશ્વભરમાંથી આવેલા સ્પર્ધકો, આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળો, નિષ્ણાંતો અને ઉદ્યોગ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
વર્લ્ડસ્કિલ્સ શાંઘાઈ 2026માં ટીમ ઇન્ડિયા
ચીનના શાંઘાઈમાં યોજાયેલી 48મી ‘વર્લ્ડસ્કિલ્સ કૉમ્પિટિશન, શાંઘાઈ 2026’ માં ભારતે 10મું સ્થાન મેળવ્યું છે. ભારતે આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સ્કિલ્સ સ્પર્ધામાં 6 સિલ્વર મૅડલ અને 20 ‘મૅડલ ફોર ઍક્સલન્સ’ મેળવ્યા છે.
વર્લ્ડસ્કિલ્સ શાંઘાઈ ખાતે જે 6 સિલ્વર મૅડલ જીત્યા
ADVERTISEMENT
સ્મૃતિ નામ્બિયારે બેકરીમાં, મોહમ્મદ સલામે ડૅન્ટલ પ્રોસ્થેટિક્સમાં, કોવિદ અજય ગંગરાડે ડિજિટલ ઇન્ટરેક્ટિવ મીડિયા ડિઝાઇનમાં, પાર્થ વોહરાએ ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇન ટૅક્નોલૉજીમાં, મેહરુનિસા બેગમે લૉજિસ્ટિક્સ અને ફ્રેટ ફોરવર્ડિંગમાં અને સાનિયા જોશીએ રિટેલ સેલ્સમાં સિલ્વર મૅડલ જીત્યો. આ ઉપરાંત, ભારતે ટૅક્નિકલ, ઇન્ડસ્ટ્રિયલ, ડિજિટલ, ક્રિએટિવ અને સર્વિસ સ્કિલ્સ જેવી વિવિધ કૅટેગરીઓમાં 20 મૅડલ ફોર ઍક્સલન્સ પણ મેળવ્યા છે, જેમાં ગુજરાતની વિધિ નીરવ કુમાર સુથારે ફૅશન ટૅકનોલૉજી કૅટેગરીમાં મૅડલ ફોર ઍક્સલન્સ મેળવ્યો છે. 23થી 26 સપ્ટેમ્બર દરમિયાન ચાર દિવસ દરમિયાન ચાલેલી તીવ્ર સ્પર્ધા બાદ વિજેતાઓને 27 સપ્ટેમ્બરના રોજ શાંઘાઈમાં યોજાયેલા ભવ્ય સમાપન સમારોહમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં અસાધારણ ટૅક્નિકલ સ્કિલ્સ, નવીનતા, ચોકસાઇ અને કારીગરીનું સન્માન કરવામાં આવ્યું હતું, અને તેમાં વિશ્વભરમાંથી આવેલા સ્પર્ધકો, આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળો, નિષ્ણાંતો અને ઉદ્યોગ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
ટીમ ઇન્ડિયાના આ પ્રદર્શન માટે તેમને અભિનંદન આપતા ભારત સરકારના સ્કિલ્સ વિકાસ અને ઉદ્યોગસાહસિકતા રાજ્ય મંત્રી તથા શિક્ષણ રાજ્ય મંત્રી જયંત ચૌધરીએ જણાવ્યું કે, “વર્લ્ડસ્કિલ્સ શાંઘાઈ 2026માં 6 સિલ્વર મૅડલ અને 20 મૅડલ ફોર ઍક્સલન્સ સાથે ટીમ ઇન્ડિયાનું આ નોંધપાત્ર પ્રદર્શન વૈશ્વિક સ્કિલ્સ ક્ષેત્રે ભારતની સફરમાં એક મહત્ત્વપૂર્ણ પ્રગતિ દર્શાવે છે. આપણા અગાઉના પ્રદર્શન કરતાં વધુ સારું પરિણામ પ્રાપ્ત કરીને આપણા યુવા સ્પર્ધકોએ ભારતની કુશળ પ્રતિભાની વધતી જતી તાકાત અને સ્પર્ધાત્મકતા સાબિત કરી છે. આ સિદ્ધિમાં યોગદાન આપનાર દરેક સ્પર્ધક, નિષ્ણાત, પ્રશિક્ષક અને ઉદ્યોગ ભાગીદારને હું અભિનંદન પાઠવું છું. મૅડલ ઉપરાંત પણ વધુ ગૌરવની બાબત એ છે કે આપણા યુવાનોએ આત્મવિશ્વાસ, દૃઢ નિશ્ચય અને શ્રેષ્ઠતા સાથે વૈશ્વિક મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેમની આ સફળતા, ભવિષ્યલક્ષી સ્કિલ ઇકોસિસ્ટમનું નિર્માણ કરવાની અને દરેક ભારતીય યુવાનને વિશ્વના શ્રેષ્ઠ લોકો સાથે સ્પર્ધા કરવાની તક આપવાની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.”
એશિયન ગેમ્સ 2026માં પણ ભારતનો દબદબો
એશિયન ગેમ્સ 2026માં ભારતના તીરંદાજોએ મેડલ તરફ કૂચ જાળવી રાખી છે. ભારતે એશિયન ગેમ્સ 2026ની તીરંદાજીની તમામ છ ટીમ સ્પર્ધાઓની સેમી-ફાઇનલમાં એન્ટ્રી કરી છે. કમ્પાઉન્ડ પુરુષ ટીમે ભુતાનને ૨૩૫-૨૩૨થી, કમ્પાઉન્ડ મહિલા ટીમે કઝાખસ્તાનને ૨૩૩-૨૩૦થી, કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમે કઝાખસ્તાનને ૧૫૯-૧૫૪થી, રિકર્વ મિક્સ્ડ ટીમે વિયેતનામ સામે ૬-૦થી, રિકર્વ પુરુષ ટીમે ચીનને ૫-૧થી, રિકર્વ મહિલા ટીમે ચાઇનીઝ તાઇપેઇ સામે ૬-૦થી જીત મેળવીને સેમી-ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. રિકર્વ ઇવેન્ટની ત્રણ સેમી-ફાઇનલ બે ઑક્ટોબરે અને કમ્પાઉન્ડ ઇવેન્ટની ત્રણ સેમી-ફાઇનલ ૩૦ સપ્ટેમ્બરે રમાશે. ૨૦૦૬થી ૨૦૨૨ વચ્ચે ભારતે એશિયન ગેમ્સ તીરંદાજીમાં ૬ ગોલ્ડ, ૬ સિલ્વર અને ૭ બ્રૉન્ઝ સહિત ૧૯ મેડલ જીત્યા છે. એશિયન ગેમ્સ 2026માં ભારતના તીરંદાજોએ મેડલ તરફ કૂચ જાળવી રાખી છે. ભારતે એશિયન ગેમ્સ 2026ની તીરંદાજીની તમામ છ ટીમ સ્પર્ધાઓની સેમી-ફાઇનલમાં એન્ટ્રી કરી છે. કમ્પાઉન્ડ પુરુષ ટીમે ભુતાનને ૨૩૫-૨૩૨થી, કમ્પાઉન્ડ મહિલા ટીમે કઝાખસ્તાનને ૨૩૩-૨૩૦થી, કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમે કઝાખસ્તાનને ૧૫૯-૧૫૪થી, રિકર્વ મિક્સ્ડ ટીમે વિયેતનામ સામે ૬-૦થી, રિકર્વ પુરુષ ટીમે ચીનને ૫-૧થી, રિકર્વ મહિલા ટીમે ચાઇનીઝ તાઇપેઇ સામે ૬-૦થી જીત મેળવીને સેમી-ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. રિકર્વ ઇવેન્ટની ત્રણ સેમી-ફાઇનલ બે ઑક્ટોબરે અને કમ્પાઉન્ડ ઇવેન્ટની ત્રણ સેમી-ફાઇનલ ૩૦ સપ્ટેમ્બરે રમાશે. ૨૦૦૬થી ૨૦૨૨ વચ્ચે ભારતે એશિયન ગેમ્સ તીરંદાજીમાં ૬ ગોલ્ડ, ૬ સિલ્વર અને ૭ બ્રૉન્ઝ સહિત ૧૯ મેડલ જીત્યા છે.
