સ્ટેટ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રેઇનિંગે ૨૦૨૪ માટે કેરલામાં નવમા ધોરણના અંગ્રેજી પાઠ્યપુસ્તકમાં ‘ધ સાગા ઑફ ધ ટિફિન કૅરિયર્સ’ નામે એક પાઠ ઉમેર્યો છે.
મુંબઈ ડબ્બાવાળા
૧૩૦ વર્ષથી પણ વધુ જૂના મુંબઈના ડબ્બાવાળા દેશમાં જ નહીં, વિદેશમાં પણ ખ્યાતિ મેળવી ચૂક્યા છે અને હવે કેરલામાં તેમના વિશે ભણાવવામાં પણ આવશે. સ્ટેટ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રેઇનિંગે ૨૦૨૪ માટે કેરલામાં નવમા ધોરણના અંગ્રેજી પાઠ્યપુસ્તકમાં ‘ધ સાગા ઑફ ધ ટિફિન કૅરિયર્સ’ નામે એક પાઠ ઉમેર્યો છે. આ પાઠમાં ડબ્બાવાળાની સક્સેસ-સ્ટોરી કહેવાઈ છે.


