આ એક સ્લૅબ બનાવવામાં ૬૮૧ ટન હાઈ ગ્રેડ સ્ટીલ અને ૬૨૦૦ રબર કપલર વાપરવામાં આવ્યાં છે.
કજમીનથી નીચે ૩૨ મીટર ઊંડે ૩૦ મીટર લાંબો, ૨૦ મીટર પહોળો અને ૩.૫ મીટર ઊંડો ખાડો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ૩૦ નવેમ્બરે બુલેટ ટ્રેનનું બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) સ્ટેશન બનાવવા જમીનથી નીચે ૩૨ મીટર ઊંડે ૩૦ મીટર લાંબો, ૨૦ મીટર પહોળો અને ૩.૫ મીટર ઊંડો સ્લૅબ નાખવામાં આવ્યો હતો. આ એક સ્લૅબ બનાવવામાં ૬૮૧ ટન હાઈ ગ્રેડ સ્ટીલ અને ૬૨૦૦ રબર કપલર વાપરવામાં આવ્યાં છે. સાથે જ ૨૨૫૪ ક્યુબિક મીટરમાં M60 ગ્રેડના કૉન્ક્રીટથી એ બનાવાયો છે, જેનું કુલ વજન ૪૨૮૩ ટન થાય છે. આ પહેલો સ્લૅબ હતો. આવા ૬૯ સ્લૅબ નાખવામાં આવશે. મુંબઈ–અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનના આખા કૉરિડોરમાં BKC એકમાત્ર સ્ટેશન છે જે અન્ડરગ્રાઉન્ડ છે. બાકીનાં બધાં જ સ્ટેશન જમીનની ઉપર છે. કુલ છ પ્લૅટફૉર્મ હશે જે ૪૧૫ મીટર લાંબાં હશે. એના પર ૧૬ કોચની બુલેટ ટ્રેન ઊભી રહેશે. સ્ટેશનનાં ૩ લેવલ હશે. એમાં એક લેવલ પર પ્લૅટફૉર્મ હશે, બીજા લેવલ પર ટિકિટ-વિન્ડો અને સિક્યૉરિટી વગેરે હશે; જ્યારે ત્રીજા લેવલ પર પ્રવાસીઓને આપવામાં આવતી અન્ય સુવિધાઓનો સમાવેશ કરવામાં આવશે.