CSMIA પર પહોંચ્યા પછી આ યુવકને શંકાના આધારે અટકાવ્યો હતો
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ ઍરપોર્ટ પર કસ્ટમ્સ અધિકારીઓએ ૩૪ વર્ષના એક યુવકની બૅન્ગકૉકથી મેળવેલાં બે કરોડ રૂપિયાનાં ડ્રગ્સની દાણચોરી કરવાના આરોપસર ધરપકડ કરી છે. આરોપીએ કસ્ટમ્સ અધિકારીઓને જણાવ્યું હતું કે તે માત્ર ૫૦૦૦ રૂપિયાની નજીવી રકમ માટે ડ્રગ્સની દાણચોરી કરવા તૈયાર થયો હતો.
ગઈ કાલે ઍર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU)ના અધિકારીઓએ ચોક્કસ ઇનપુટના આધારે બૅન્ગકૉકથી છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ (CSMIA) પર પહોંચ્યા પછી આ યુવકને શંકાના આધારે અટકાવ્યો હતો. તેના સામાનની તપાસ કરવામાં આવી ત્યારે એમાં વિવિધ પ્રકારની ચોકલેટો, ખાદ્ય પદાર્થો અને રમકડાં ભરેલાં હતાં. એ પછી અધિકારીઓને પ્લાસ્ટિકનાં ૪ પૅકેટ મળ્યાં હતાં જેમાં ડ્રગ્સ હતું. આ ડ્રગ્સ આશરે બે કરોડ રૂપિયાનું હતું.


