આ છ જણમાં એક વર્ષનું બાળક પણ હતું. બહાર કાઢ્યા બાદ તેમને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
વાહનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો
થાણેમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર કૅડબરી જંક્શન પર આવેલા બ્રિજ પર શનિવારે મધરાત બાદ ૧.૨૬ વાગ્યે થયેલા અકસ્માતમાં ત્રણ વાહનો એકબીજા સાથે ભટકાયાં હતાં. આ અકસ્માતમાં છ જણને ઈજા થઈ હતી. રેતી ભરીને એક ટ્રક મુલુંડ ચેકનાકાથી ભિવંડીના કશેળી જઈ રહી હતી. એ વખતે ટ્રકના ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં ટ્રક બીજી ટ્રક સાથે અથડાઈ હતી અને એ બીજી ટ્રક એક કાર સાથે અથડાઈ હતી. અકસ્માતને કારણે કારમાં પ્રવાસ કરી રહેલા છ જણ ફસાઈ ગયા હતા. પહેલી ટ્રકનો ડ્રાઇવર તો અકસ્માત કરીને ઘટનાસ્થળે જ ટ્રક મૂકીને નાસી ગયો હતો. કારમાં ફસાઈ ગયેલા લોકોને બહાર કાઢવામાં એક કલાકનો સમય લાગી ગયા હતો. આ છ જણમાં એક વર્ષનું બાળક પણ હતું. બહાર કાઢ્યા બાદ તેમને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતને કારણે એક કલાક સુધી ત્યાં ટ્રાફિક-જૅમ સર્જાયો હતો. ત્યાર બાદ ટ્રાફિક-પોલીસે ધીમે-ધીમે ટ્રાફિક ક્લિયર કર્યો હતો.

