૨૬ વર્ષના અલ્તાફ મોહમ્મદ સમીઉલ્લાહ અંસારીની ધરપકડ કરી છે
પ્રતીકાત્મક તસવીર
થાણેમાં એક મજૂરે તેની પત્ની સાથેના ઝઘડાને કારણે તેની ૧૮ મહિનાની પુત્રીને કથિત રીતે માર માર્યો હતો. અધિકારીએ જણાવ્યું કે ‘થાણે પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨ (હત્યા), ૩૨૫ (ગંભીર ઈજા પહોંચાડવી) અને અન્ય સંબંધિત જોગવાઈઓ હેઠળ ૨૬ વર્ષના અલ્તાફ મોહમ્મદ સમીઉલ્લાહ અંસારીની ધરપકડ કરી છે. શુક્રવારે સાંજે છ વાગ્યે આ ઘટના ઘટી હતી. આરોપી પુત્રીને ઘરની બહાર ખેંચી ગયો હતો. કથિત રીતે બાળકીને જમીન પર ફેંકી દીધી અને તેનું સ્થળ પર જ મોત થયું હતું. ૧૫ દિવસ પહેલાં થયેલા ઝઘડાનો ગુસ્સો અંસારી કાઢી રહ્યો હતો. તે આલ્કોહૉલિક હતો, વારંવાર પત્ની સાથે ઝઘડા કરતો હતો.


