યુવકની અટકાયત કર્યા બાદ તેણે ગુનો કબૂલી લીધો હતો.
ડિલિવરી-બૉયે ઓપન ગ્રાઉન્ડમાં પાર્ક કરવામાં આવેલાં ૯ ટૂ-વ્હીલરને આગ ચાંપી દીધી હતી
કોપરી વિસ્તારમાં એક ડિલિવરી-બૉય અને તેના મિત્ર વચ્ચેની રકઝક બાદ થાણેમાં ૯ ટૂ-વ્હીલર બળીને ખાખ થઈ ગયાં હતાં. પોલીસે જણાવ્યું હતું કે એક ડિલિવરી-બૉયને તેના મિત્રએ બાઇક ન આપ્યું એટલે બદલો લેવા માટે ડિલિવરી-બૉયે ઓપન ગ્રાઉન્ડમાં પાર્ક કરવામાં આવેલાં ૯ ટૂ-વ્હીલરને આગ ચાંપી દીધી હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસે કહ્યું હતું કે CCTV કૅમેરાનાં ફુટેજની મદદથી આરોપીને શોધી કાઢવામાં આવ્યો છે. મૂળ મધ્ય પ્રદેશના રહેવાસી યુવકે કોપરીમાં તેની સાથે રૂમમાં રહેતા મિત્ર પાસેથી બાઇકની ચાવી માગી હતી, પણ તેણે ના પડતાં યુવકે આ પગલું ભર્યું હતું. યુવકની અટકાયત કર્યા બાદ તેણે ગુનો કબૂલી લીધો હતો.


