Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નવા અવતારમાં આવી રહી છે તાતા નૅનો

નવા અવતારમાં આવી રહી છે તાતા નૅનો

Published : 24 July, 2025 11:37 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રતિ લીટર ૪૦ કિલોમીટરનું માઇલેજ આપશે, પ્રારંભિક વેરિઅન્ટની ​​કિંમત ૧.૪૫ લાખ રૂપિયા હોઈ શકે

તાતા નૅનો

તાતા નૅનો


તાતા ગ્રુપના ચૅરમૅન રતન તાતાએ ઓછી આવક ધરાવતા લોકોનું કાર ખરીદવાનું સપનું પૂરું કરવા માટે ૨૦૦૮માં તાતા નૅનો લૉન્ચ કરી હતી. જોકે આ કાર માર્કેટમાં સફળ રહી નહોતી, પણ હવે ફરી આ કાર તાતા નૅનો 2025 તરીકે નવા અવતારમાં પાછી ફરવાની છે.

નવી તાતા નૅનો હવે પ્રીમિયમ હૅચબૅક જેવી દેખાશે. એમાં હેક્સાગોનલ ફ્રન્ટ ગ્રિલ, આકર્ષક LED હેડલૅમ્પ્સ અને બોલ્ડ ઍલૉય વ્હીલ્સ સાથે ઘણા નવા રંગ-વિકલ્પો પણ ઉપલબ્ધ થશે. એમાં 624 cc ટ્વિન-સિલિન્ડર પેટ્રોલ એન્જિન મળશે, જે લગભગ 38 PS પાવર અને 51 NM ટૉર્ક જનરેટ કરશે. નવી તાતા નૅનોમાં ૪૦ કિલોમીટર પ્રતિ લીટરનું જબરદસ્ત માઇલેજ ઉપલબ્ધ થશે. ફક્ત ૩.૧ મીટરની લંબાઈ અને ૧૮૦ મિલીમીટરના ગ્રાઉન્ડ ક્લિયરન્સ સાથે ભારતમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને દૂર કરવા માટે એને એક જબરદસ્ત વિકલ્પ માનવામાં આવે છે.



એમાં 5-સ્પીડ મૅન્યુઅલ સાથે ઑટોમૅટિક મૅન્યુઅલ ટ્રાન્સમિશન (AMT) મળશે. ભવિષ્યમાં ટર્બો-પેટ્રોલ, CNG અને ઇલેક્ટ્રિક (EV) મૉડલો લાવવાની યોજના છે. એના EV વર્ઝનની રેન્જ ૨૫૦ કિલોમીટર સુધીની હોવાની અપેક્ષા છે.


કિંમત શું હશે?

તાતા નૅનો 2025ની એક્સ-શોરૂમ કિંમત ફક્ત ૨.૮૦ લાખ રૂપિયાથી શરૂ થશે. કેટલાંક પ્રારંભિક વેરિઅન્ટ ફક્ત ૧.૪૫ લાખ રૂપિયામાં ઉપલબ્ધ થઈ શકે છે. EV વેરિઅન્ટની કિંમત પાંચથી સાત લાખ રૂપિયાની વચ્ચે હોવાની અપેક્ષા છે. ખાસ વાત એ છે કે તાતા સરળ EMI વિકલ્પ પણ ઑફર કરશે, જેથી ૧૦૦૦થી ૧૫૦૦ રૂપિયાના માસિક હપ્તાની ચુકવણી સાથે આ કારને ખરીદી શકાશે.


કેવાં ફીચર્સ હશે?

વી નૅનોમાં ૭ ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, સ્ટીઅરિંગ-માઉન્ટેડ ઑડિયો કન્ટ્રોલ, બ્લુટૂથ, પાવર વિન્ડોઝ અને સેન્ટ્રલ લૉકિંગ જેવાં ફીચર્સ હશે. આ સાથે સનરૂફ અને આરામદાયક રિક્લાઇનિંગ ફ્રન્ટ સીટ પણ ઉપલબ્ધ હશે. સલામતી માટે એમાં ૪ ઍરબૅગ્સ, ચાઇલ્ડ સીટ માઉન્ટ્સ, રિઅર પાર્કિંગ સેન્સર અને કૅમેરા, મજબૂત સ્ટીલ બૉડી શેલ, સીટબેલ્ટ રિમાઇન્ડર, સાઇડ ઇમ્પૅક્ટ બીમ જેવાં ફીચર્સ હશે જે એને એના સેગમેન્ટમાં ખૂબ જ સુરક્ષિત કાર બનાવશે.

Whatsapp-channel Whatsapp-channel

24 July, 2025 11:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK