Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વસઈ–વિરાર મહાનગરપાલિકાના મેયર માટે સરકારી નિવાસ ન હોવાથી દર મહિને ૭૫,૦૦૦નું વાહન ભથ્થું આપવામાં આવશે

વસઈ–વિરાર મહાનગરપાલિકાના મેયર માટે સરકારી નિવાસ ન હોવાથી દર મહિને ૭૫,૦૦૦નું વાહન ભથ્થું આપવામાં આવશે

Published : 10 February, 2026 08:19 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહાનગરપાલિકાની ચૂંટણી પતી ગયા પછી પાંચ વર્ષ પછી નગરસેવકોએ કામકાજ સંભાળી લીધું છે

વસઇ-વિરાર મહાનગરપાલિકાનું મુખ્ય કાર્યાલય

વસઇ-વિરાર મહાનગરપાલિકાનું મુખ્ય કાર્યાલય


વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશન (VVMC) પાસે મેયરને આપવા સરકારી નિવાસસ્થાન ન હોવાથી તેમને દર મહિને વાહન ભથ્થું આપવાનો નિર્ણય લેવામાં આવ્યો  છે. મહાનગરપાલિકાની ચૂંટણી પતી ગયા પછી પાંચ વર્ષ પછી નગરસેવકોએ કામકાજ સંભાળી લીધું છે ત્યારે ચૂંટાઈ આવેલા નગરસેવકોને આપવા સરકારી આવાસ ન હોવાથી તેમણે આપેલી અરજીના આધારે તેમને વાહનો આપવા અથવા વાહન ભથ્થાં આપવાનો નિર્ણય લેવામાં  આવ્યો છે. આ અંતર્ગત મેયર, ડેપ્યુટી મેયર, સ્ટૅન્ડિંગ કમિટીના અધ્યક્ષ, જૂથ નેતા, વિરોધ પક્ષના નેતા અને અન્ય પદાધિકારીઓને વાહન ભથ્થું આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. નક્કી કરાયેલા દર અનુસાર મેયરને મહિનાના ૭૫,૦૦૦ રૂપિયા, ડેપ્યુટી મેયર અને સ્ટૅન્ડિંગ કમિટીના અધ્યક્ષને ૬૫,૦૦૦ રૂપિયા, વિરોધ પક્ષના નેતાને ૫૦,૦૦૦ રૂપિયા અને જૂથ નેતાને દર મહિને ૪૫,૦૦૦ રૂપિયા વાહન ભથ્થું મળશે. 

અધિકારીઓને પણ મળશે વાહન ભથ્થું



મ્યુનિસિપલ કમિશનરને પણ મેયરની જેમ જ ૭૫,૦૦૦ રૂપિયાનું વાહન ભથ્થું મળે છે. એ સિવાય ઍડિશનલ કમિશનર, ડેપ્યુટી કમિશનર, ચીફ અકાઉન્ટ્સ ઍન્ડ ફાઇનૅન્સ ઑફિસર, ટાઉન પ્લાનિંગ ડેપ્યુટી કમિશનર, અસિસ્ટન્ટ કમિશનર, સિટી એન્જિનિયર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, ચીફ મેડિકલ ઑફસર અને ડેવલપમેન્ટ ચીફને દર મહિને ૪૫,૦૦૦નું વાહન ભથ્થું આપવામાં આવે છે. VVMC ‘સી’ કૅટેગરીનું કૉર્પોરેશન હોવાથી નગરસેવકોને દર મહિને ૧૦,૦૦૦ રૂપિયાનું માનધન પણ મળશે.


Whatsapp-channel Whatsapp-channel

10 February, 2026 08:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK