નવા નિમાયેલા સ્પેશ્યલ જજ જે. પી. દરેકરે ફરિયાદી પક્ષને કહ્યું હતું કે હાઈ કોર્ટે આપેલા નિર્દેશ મુજબ આ કેસની સુનાવણી સોમવારથી રોજેરોજ કરવામાં આવે.
શીના બોરા
શીના બોરા મર્ડર-કેસની સોમવારથી રોજેરોજ સુનાવણી થશે. આ પહેલાં એની છેલ્લી સુનાવણી ૨૩ ઑક્ટોબરે થઈ હતી. ત્યાર બાદ સ્પેશ્યલ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) જજ એસ. પી. નાઈક નિમ્બાળકરની ટ્રાન્સફર થઈ હોવાથી અત્યાર સુધી એની સુનાવણી નહોતી થઈ. આ કેસમાં શીના બોરાનાં મમ્મી ઇન્દ્રાણી મુખરજી મુખ્ય આરોપી છે.
નવા નિમાયેલા સ્પેશ્યલ જજ જે. પી. દરેકરે ફરિયાદી પક્ષને કહ્યું હતું કે હાઈ કોર્ટે આપેલા નિર્દેશ મુજબ આ કેસની સુનાવણી સોમવારથી રોજેરોજ કરવામાં આવે.
ADVERTISEMENT
એપ્રિલ ૨૦૧૨માં શીના બોરાની કારમાં હત્યા કરાવામાં આવી હતી. એ વખતે તેની સાથે તેનો ભૂતપૂર્વ પતિ સંજીવ ખન્ના પણ હતો. ૨૦૧૫માં આ ઘટના વખતે હાજર તેમનો ડ્રાઇવર શ્યામવર રાય માફીનો સાક્ષીદાર બનતાં આખો કેસ બહાર આવ્યો હતો.