પાંચ કરતાં વધુ લોકોને એકસાથે ભેગા થવા પર પ્રતિબંધ મૂકી દીધો છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
હાલ ચાલી રહેલી હીટવેવમાં અકોલામાં છેલ્લા બે દિવસમાં પારો ૪૫ ડિગ્રી વટાવી જતાં સાવચેતીની દૃષ્ટિએ અકોલાના કલેક્ટર અજિત કુંભારે અકોલામાં શનિવારે ક્રિમિનલ પ્રોસીજર કોડ (CRPC)ની ૧૪૪મી કલમ લાગુ કરીને પાંચ કરતાં વધુ લોકોને એકસાથે ભેગા થવા પર પ્રતિબંધ મૂકી દીધો છે અને એનો અમલ ૩૧ મે સુધી ચાલશે એમ જણાવ્યું છે.
રાજ્યમાં શુક્રવારે અને શનિવારે સૌથી વધુ તાપમાન વિદર્ભના અકોલામાં અનુક્રમે ૪૫.૮ અને ૪૫.૬ ડિગ્રી નોંધાયું હતું. કલેક્ટર અજિત કુંભારે તેમના આદેશમાં કહ્યું હતું કે દરેક ઑફિસમાં પૂરતા પ્રમાણમાં પીવાના પાણીની સગવડ અને પંખાની સગવડ રાખવી જેથી કામદારોને તકલીફ ન પડે, કોચિંગ ક્લાસિસનો સમય પણ બપોરનો હોય તો એ બદલવો અને ગરમીના સંદર્ભે શક્ય હોય એ બધાં જ પગલાં લેવાં જેથી લોકો હીટ સ્ટ્રોકથી બચી શકે.

