કોઈ અપ્રિય ઘટના ન બને એ માટે ગામમાં ૫૦૦ જેટલા પોલીસ કર્મચારીઓના કાફલાને તહેનાત કરવામાં આવ્યો હતો.
સાકિબ નાચન
તિહાર જેલમાં બંધ આતંકવાદી સાકિબ નાચનનું શનિવારે દિલ્હીની હૉસ્પિટલમાં બ્રેઇન-હૅમરેજની સારવાર દરમ્યાન મોત થયું હતું. સોમવારે તેના મૃતદેહને ભિવંડીના પડઘા નજીકના તેના બોરીવલી ગામમાં દફનાવવામાં આવ્યો હતો. એ વખતે ટાઇટ સિક્યૉરિટી રાખવામાં આવી હતી. તેને તેની માતાની કબરની પાસે જ દફનાવવામાં આવ્યો હતો. નવી મુંબઈની તળોજા જેલમાં બંધ તેના દીકરાને નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) કોર્ટે તેના પિતાના જનાજામાં સામેલ થવા પરવાનગી આપી હતી. કોઈ અપ્રિય ઘટના ન બને એ માટે ગામમાં ૫૦૦ જેટલા પોલીસ કર્મચારીઓના કાફલાને તહેનાત કરવામાં આવ્યો હતો.

