શિવસેનાના ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે ભાજપ (Sanjay Raut on BJP) પર નિશાન સાધતા કહ્યું કે, “ભાજપની ભૂમિકા સરમુખત્યારશાહીની છે, જો અમે નક્કી કરીશું તો એક દિવસમાં ભાજપનો નાશ થશે
ફાઇલ તસવીર
કી હાઇલાઇટ્સ
- ભાજપની ભૂમિકા સરમુખત્યારશાહીની છે, જો અમે નક્કી કરીશું તો એક દિવસમાં ભાજપનો નાશ થશે: રાઉત
- ભાજપની તાકાત પરાવલંબી છે અને તેનું ધ્યાન નાના પક્ષોને ખતમ કરવા પર છે: રાઉત
- તેમણે ભાજપની આકરી ટીકા કરતા કહ્યું કે, “માત્ર એક જ પાર્ટી રહેશે, તે છે ભારતીય જનતા પાર્ટી
શિવસેનાના ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે ભાજપ (Sanjay Raut on BJP) પર નિશાન સાધતા કહ્યું કે, “ભાજપની ભૂમિકા સરમુખત્યારશાહીની છે, જો અમે નક્કી કરીશું તો એક દિવસમાં ભાજપનો નાશ થશે. ભાજપની તાકાત પરાવલંબી છે અને તેનું ધ્યાન નાના પક્ષોને ખતમ કરવા પર છે.” રાઉતે એમ પણ કહ્યું છે કે, “લોકશાહીના અસ્તિત્વ માટે મહા વિકાસ અઘાડી અને વંચિત બહુજન સમાજ પાર્ટી એકસાથે આવશે અને પ્રકાશ આંબેડકરની ભૂમિકાની નોંધ લેવામાં આવી છે.” સંજય રાઉતે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર નિશાન સાધ્યું છે.