સમાજવાદી પાર્ટીના અબુ આઝમીએ નારાજગી વ્યક્ત કરીને આઘાડીમાંથી અલગ થઈ જવાનો નિર્ણય લીધો
ફાઇલ તસવીર
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળ મહારાષ્ટ્ર સરકારનું ગઈ કાલે પહેલું સ્પેશ્યલ સેશન શરૂ થયું ત્યારે જ વિરોધ પક્ષોની મહા વિકાસ આઘાડીમાં ફૂટ પડી હતી. સમાજવાદી પાર્ટીના અબુ આઝમીએ ઉદ્ધવસેના સામે નરાજગી વ્યક્ત કરીને મહા વિકાસ આઘાડીમાંથી બહાર પડવાનો નિર્ણય લીધો હતો. ૬ ડિસેમ્બરે બાબરી મસ્જિદના ઢાંચાને તોડી પાડવામાં આવ્યો હતો એની યાદમાં ઉદ્ધવસેનાએ શુક્રવારે આ ઢાંચો તોડી પાડવા માટે બાળાસાહેબ, ઉદ્ધવ અને આદિત્ય ઠાકરેના ફોટો સાથે અભિનંદન અને શુભેચ્છા આપ્યાં હતાં. આથી નારાજ થઈને અબુ આઝમી મહા વિકાસ આઘાડીના વિધાનસભ્યોની શપથવિધિના બહિષ્કારમાં સામેલ નહોતા થયા અને તેમણે અને પક્ષના બીજા વિધાનસભ્ય રઈસ શેખે વિધાનસભામાં વિધાનસભ્ય તરીકે શપથ પણ લીધા હતા.

