એમાં એક કિલો રવો, સિંગદાણા, ખાદ્ય તેલ અને પીળી મસૂરની દાળનો સમાવેશ થાય છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
આગામી દિવાળીના તહેવાર માટે રાજ્યની કૅબિનેટે તમામ રૅશન-કાર્ડધારકોને ૧૦૦ રૂપિયાની કિંમતનું કરિયાણાનું પૅકેજ આપવાનો નિર્ણય કર્યો છે. એમાં એક કિલો રવો, સિંગદાણા, ખાદ્ય તેલ અને પીળી મસૂરની દાળનો સમાવેશ થાય છે.
રાજ્યમાં ૧.૭૦ કરોડ પરિવાર કે સાત કરોડ લોકો રૅશન-કાર્ડ ધરાવે છે અને રાજ્ય સંચાલિત વાજબી ભાવની દુકાનોમાંથી અનાજ ખરીદવા માટે પાત્ર છે. કરિયાણાના પૅકેજનો ઉપયોગ કરીને સમાજના આર્થિક રીતે પછાત વર્ગના લોકો દિવાળીમાં મીઠાઈ અને ફરસાણ બનાવી શકે એ હેતુથી ડિપાર્ટમેન્ટ ઑફ ફૂડ ઍન્ડ સિવિલ સપ્લાય ઍન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન દ્વારા આ દરખાસ્ત રજૂ કરાઈ હતી.
ADVERTISEMENT
નોંધનીય છે કે રાજ્યમાં બીએમસી સહિત અનેક નાગરિક અને સ્થાનિક ગવર્નિંગ બૉડીની ચૂંટણી આગામી મહિનાઓમાં થવાની છે.

