આરોપીએ મહિલાને ધાર્મિક વિધિઓ દ્વારા દુષ્ટ આત્માઓથી મુક્ત કરી દેવાનું કહીને તેના પર બળાત્કાર કર્યો હતો
પ્રતીકાત્મક તસવીર
રાયગડ જિલ્લામાં દુષ્ટ આત્માઓથી મુક્તિ અપાવવાનું વચન આપીને મહિલા પર બળાત્કાર કરવાના આરોપમાં એક ઢોંગી બાબા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ખાલાપુર પોલીસ-સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આ સ્વઘોષિત બાબા અબ્દુર રશીદ ઉર્ફે બાબાજાન સામે આ બીજો બળાત્કારનો કેસ છે. આરોપીએ મહિલાને ધાર્મિક વિધિઓ દ્વારા દુષ્ટ આત્માઓથી મુક્ત કરી દેવાનું કહીને તેના પર બળાત્કાર કર્યો હતો. થોડા મહિનાઓ અગાઉ પણ આવો જ કિસ્સો સામે આવ્યો હતો. ત્યારે પણ આ જ પદ્ધતિથી અન્ય એક મહિલા પર બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ સાંતાક્રુઝ પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી, એમાં પણ આરોપી આ જ ઢોંગી બાબા હતો.


