આરોપીની અટકાયત કરવામાં આવી છે
તસવીર સૌજન્ય : પી.ટી.આઈ.
પુણેમાં મંગળવારે ધોળા દિવસે ૧૯ વર્ષની યુવતી પર તેના મિત્ર દ્વારા કોયતાથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં યુવતીને ઈજા થઈ હતી.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ‘આ ઘટના સવારે ૧૦ વાગ્યાની આસપાસ સદાશિવ પેઠના પેરુગેટ વિસ્તારમાં બની હતી. યુવતી અને આરોપીએ એક જ કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. જોકે યુવતીએ તાજેતરમાં તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. એનાથી ગુસ્સે થઈને તેણે હુમલો કર્યો હતો. યુવતીના અન્ય મિત્રએ દરમિયાનગીરી કરીને હુમલાખોરનો પ્રતિકાર કર્યો. એ દરમ્યાન યુવતી ભાગી જવામાં સફળ રહી. હુમલાખોરે તેનો પીછો કર્યો હતો, પરંતુ બે યંગસ્ટરોએ પોતાના જીવની પરવા કર્યા વગર તેને અટકાવ્યો હતો.’
ADVERTISEMENT
યુવતીને માથા અને હાથમાં ઈજાઓ થઈ હતી અને તબીબી સારવાર લીધા બાદ તેને રજા આપવામાં આવી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીની અટકાયત કરવામાં આવી છે.


