અમુક ટ્રેનો શૉર્ટ-ટર્મિનેટ થશે, અમુક બોરીવલી સ્ટૉપ નહીં કરે
પ્રતીકાત્મક તસવીર
કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમિશનિંગ માટે નૉન-ઇન્ટરલૉકિંગ કામ હાથ ધરવામાં આવશે. એ માટે વેસ્ટર્ન રેલવેએ ૨૦ ડિસેમ્બરથી ૩૦ દિવસનો બ્લૉક જાહેર કર્યો છે. બ્લૉકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.
ટ્રેન-નંબર ૧૯૪૧૮ અમદાવાદ-બોરીવલી એક્સપ્રેસ ૧૯ ડિસેમ્બરથી ૨૮ ડિસેમ્બર સુધી વસઈ રોડ પર શૉર્ટ-ટર્મિનેટ થશે.
ટ્રેન-નંબર ૧૯૪૧૭ બોરીવલી-અમદાવાદ એક્સપ્રેસ ૨૧ ડિસેમ્બરથી ૩૦ ડિસેમ્બર સુધી વસઈ રોડથી શરૂ થશે.
ટ્રેન-નંબર ૧૨૯૦૨ અમદાવાદ-દાદર ગુજરાત મેલ અમદાવાદથી ૨૭ ડિસેમ્બરે એક કલાક, ૧૦ અને ૧૫ જાન્યુઆરીએ ૪૫ મિનિટ અને ૧૬ જાન્યુઆરીએ ૩૦ મિનિટ મોડી ઊપડશે.
ટ્રેન-નંબર ૨૨૯૫૩ મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલથી ૨૮ ડિસેમ્બરે એક કલાક ૩૫ મિનિટ, ૧૧ જાન્યુઆરીએ ૩૦ મિનિટ તથા ૧૬ અને ૧૭ જાન્યુઆરીએ ૫૦ મિનિટ મોડી ઊપડશે.
ટ્રેન-નંબર ૨૦૯૦૧ મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કૅપિટલ વન્દે ભારત એક્સપ્રેસ ૨૮ ડિસેમ્બરે મુંબઈ સેન્ટ્રલથી એક કલાક મોડી ઊપડશે.
ટ્રેન-નંબર ૨૨૯૨૮ અમદાવાદ-બાંદરા ટર્મિનસ લોકશક્તિ એક્સપ્રેસ ૨૭ ડિસેમ્બરે બોરીવલી સ્ટેશન પર રોકાશે નહીં. આ દરમ્યાન ટ્રેન વસઈ રોડ અને અંધેરી સ્ટેશન પર રોકાશે અને ૪૫-૫૦ મિનિટ મોડી પહોંચશે.
ટ્રેન-નંબર ૨૨૯૪૬ ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ ૨૭ ડિસેમ્બરે બોરીવલી સ્ટેશન પર રોકાશે નહીં. આ દરમ્યાન ટ્રેન વસઈ રોડ અને અંધેરી સ્ટેશન પર રોકાશે અને ૪૫-૫૦ મિનિટ મોડી પહોંચશે.


