Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > થાણે, મુલુંડ અને ભાંડુપના રહેવાસીઓને હળવાં ઝાપટાંએ અપાવી ગરમીથી રાહત

થાણે, મુલુંડ અને ભાંડુપના રહેવાસીઓને હળવાં ઝાપટાંએ અપાવી ગરમીથી રાહત

Published : 23 May, 2026 08:23 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પુણેમાં ધોધમાર વરસાદ

હવામાન એક્સપર્ટનું કહેવું છે કે શુક્રવારથી પ્રી-મૉન્સૂન ઝાપટાં પડવાનું ચાલુ થશે અને ૩૬થી ૪૮ કલાક સુધી છૂટાંછવાયાં પડતાં રહેશે

હવામાન એક્સપર્ટનું કહેવું છે કે શુક્રવારથી પ્રી-મૉન્સૂન ઝાપટાં પડવાનું ચાલુ થશે અને ૩૬થી ૪૮ કલાક સુધી છૂટાંછવાયાં પડતાં રહેશે


મુંબઈનાં ઈસ્ટર્ન સબર્બ્સ મુલુંડ, ભાંડુપ, કાજુરમાર્ગ અને થાણેમાં ગઈ કાલે સવારે પ્રી-મૉન્સૂનનાં ઝાપટાં પડતાં લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી. અનેક ભાગોમાં હળવાંથી ભારે ઝાપટાં પડ્યાં હતાં. વરસાદને લીધે ગરમીથી રાહત મળતાં અનેક લોકોએ વરસાદના ફોટો અને વિડિયો સોશ્યલ મીડિયા પર મૂક્યા હતા. હવામાન ખાતાએ પણ આગાહી કરી છે કે બાવીસથી પચીસ મે દરમ્યાન મુંબઈ સહિત પાલઘર, થાણે, રાયગડ, રત્નાગિરિ, સિંધુદુર્ગ, પુણે, સાતારા, કોલ્હાપુર, સાંગલી અને સોલાપુરમાં છૂટાંછવાયાં પ્રી-મૉન્સૂન ઝાપટાં પડી શકે છે. વળી કેટલીક જગ્યાએ કડાકાભડાકા સાથે પણ ઝાપટાં પડે એવી આગાહી કરવામાં આવી છે. હવામાન એક્સપર્ટનું કહેવું છે કે શુક્રવારથી પ્રી-મૉન્સૂન ઝાપટાં પડવાનું ચાલુ થશે અને ૩૬થી ૪૮ કલાક સુધી છૂટાંછવાયાં પડતાં રહેશે. 

પુણેમાં ધોધમાર વરસાદ




પુણે અને એનાં સબર્બ્સમાં ગઈ કાલે પ્રી-મૉન્સૂનના કડાકાભડાકા અને જોરદાર પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. પુણેના ઔંધ, બાણેર, શિવાજીનગર, કોથરુડ, ભોર અને શિરુરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. અચાનક આવેલા આ વરસાદથી પુણેવાસીઓએ સખત ગરમીમાં રાહતનો એહસાસ કર્યો હતો. જોકે નીચાણવાળા ભાગ કોંઢવા, સિંહગઢ રોડ અને અન્ય ભાગોમાં પાણી ભરાઈ ગયાં હતાં અને એમાંથી રસ્તો કાઢવા જતાં અનેક વાહનો બંધ પડી ગયાં હતાં. ભરવરસાદમાં વાહનો બંધ થઈ જતાં વધારાની મુશ્કેલી ભોગવવી પડી હતી.


Whatsapp-channel Whatsapp-channel

23 May, 2026 08:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK