Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbaiમાં ધારા 144 લાગુની અફવા પર પોલીસે સામે આવીને જણાવી હકિકત

Mumbaiમાં ધારા 144 લાગુની અફવા પર પોલીસે સામે આવીને જણાવી હકિકત

03 December, 2022 06:26 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

તેમણે આગળ કહ્યું કે જે લોકો ગેરકાયદેસર રીતે રેલીઓ કાઢીને શહેરમાં શાંતિ ભંગ કરવા માગે છે, તેમને દર 15 ગિનસમાં એક એડવાઈઝરી જાહેર કરવામાં આવે છે અને આનો લોકોના જીવન પર કોઈ પ્રભાવ નથી પડતો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કેટલાક મીડિયા રિપૉર્ટ્સના (Media Reports) હવાલે કહેવામાં આવી રહ્યું હતું કે મુંબઈમાં (Mumbai) ધારા 144 લાગુ (Section 144) પાડવામાં આવી છે. આ હેઠળ આખા મુંબઈમાં (Mumbai) અનેક પ્રકારના પ્રતિબંધ પણ લાગુ પાડવામાં આવ્યા છે. પણ હવે પોલીસે (Mumbai Police) આને અફવા (Rumour) ગણાવી છે. પોલીસ અધિકારી (Police Officer) વિશ્વાસ નાંગરે પાટિલે (Vishwash Nangre Patil) કહ્યું કે અફવા છે કે મુંબઈમાં સીઆરપીસીની કલમ 144 (CRPC 144) લાગુ છે. આ અયોગ્ય છે અને લોકોમાં ભ્રમ પેદા થઈ રહ્યો છે.


તેમણે આગળ કહ્યું કે જે લોકો ગેરકાયદેસર રીતે રેલીઓ કાઢીને શહેરમાં શાંતિ ભંગ કરવા માગે છે, તેમને દર 15 ગિનસમાં એક એડવાઈઝરી જાહેર કરવામાં આવે છે અને આનો લોકોના જીવન પર કોઈ પ્રભાવ નથી પડતો. આગળ કહ્યું કે હું બધાને અપીલ કરું છું કે આની ખોટી અફવાઓ (શહેરમાં કલમ 144 લાગુ પાડવા વિશે) પર વિશ્વાસ ન કરવો અને ભ્રમ ન ફેલાવવો.



જણાવવાનું કે 15 ઑક્ટોબરે પણ મહારાષ્ટ્ર પોલીસ અધિનિયમ હેઠળ ગેરકાયદેસર વિધાનસભાના નિયમિત આદેશનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. જેની એક કૉપી લીક થઈ ગઈ હતી અને આ પ્રકારનો ભ્રમ ફેલાયો. 


આ પણ વાંચો : દિલ્હીમાં વધુ એક લિવ-ઈન પાર્ટનરની હત્યા, આરોપીની ધરપકડ

નોંધનીય છે કે શુક્રવારે શરૂઆતમાં અનેક રિપૉર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે મુંબઈ પોલીસે શહેરમાં શાંતિ જાળવવા માટે અને સાર્વજનિક વ્યવસ્થામાં કોઈપણ પ્રકારના વ્યવધાનથી બચવા માટે `કર્ફ્યૂ` લાગુ પાડ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

03 December, 2022 06:26 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK