પોલીસે આ લોકો પાસેથી બે પિસ્ટલ, એક રિવૉલ્વર, ત્રણ દેશી સિંગલ બોરના કટ્ટા, બે ખાલી મૅગેઝિન અને ૬૭ બુલેટ્સ જપ્ત કર્યાં હતાં
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ હેઠળની ઍન્ટિ-એક્સ્ટૉર્શન સેલના ઑફિસરોને ખબરીઓએ આપેલી માહિતીના આધારે ગુરુવારે રાતે વૉચ રાખીને પી. ડિમેલો રોડ પર પ્રભુ હોટેલ પાસે ત્રણ જણની ઝડતી લેવામાં આવી હતી એમાં તેમની પાસેથી હથિયાર મળી આવ્યાં હતાં. પોલીસે આ લોકો પાસેથી બે પિસ્ટલ, એક રિવૉલ્વર, ત્રણ દેશી સિંગલ બોરના કટ્ટા, બે ખાલી મૅગેઝિન અને ૬૭ બુલેટ્સ જપ્ત કર્યાં હતાં.
ADVERTISEMENT
પકડાયેલા આરોપીઓમાં ૨૬ વર્ષના અભિષેક પટેલ, ૨૩ વર્ષના સિદ્ધાર્થ સુબોધકુમાર અને ૨૭ વર્ષના રચિત મંડલનો સમાવેશ હતો. તેમની પાસે આ હથિયાર ક્યાંથી આવ્યાં, તેઓ કોઈને હથિયાર ડિલિવર કરવા આવ્યા હતા કે કોઈની હત્યા કરવાનો તેમનો ઇરાદો હતો એ વિશે પોલીસ પૂછપરછ કરી રહી છે.