પોલીસે આરોપીને ૧૯ જાન્યુઆરીએ થાણેમાંથી પકડી પાડ્યો હતો.
સૈફ અલી ખાન
સૈફ અલી ખાન પર તેના ઘરમાં થયેલા હુમલાના કેસમાં મુંબઈ પોલીસે ગઈ કાલે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ૧૬ જાન્યુઆરીની મધરાત બાદ થયેલા આ હુમલામાં બંગલાદેશના રહેવાસી આરોપી મોહમ્મદ શરીફુલ ઇસ્લામ સામે પુરાવાઓ ચાર્જશીટમાં રજૂ કરવામાં આવ્યા છે. જોકે એની વિગત આપવાનું પોલીસે ટાળ્યું હતું.
આરોપી મોહમ્મદ શરીફુલ ઇસ્લામ સૈફ અલી ખાનના બારમા માળે આવેલા ઘરના બાથરૂમમાં ડક્ટ એરિયામાંથી ઘૂસી ગયો હતો અને શરૂઆતમાં સૈફના પુત્રને કિડનૅપ કરવાની કોશિશ કરી હતી, પણ સૈફ એ રૂમમાં પહોંચી ગયો હતો અને આરોપી સાથે થયેલી ઝપાઝપીમાં તેને સ્પાઇનની બાજુમાં ચપ્પુ ઘૂસી ગયું હતું. ત્યાર બાદ બાંદરાની લીલાવતી હૉસ્પિટલમાં તેને દાખલ કરીને સર્જરી કરવામાં આવી હતી. પોલીસે આરોપીને ૧૯ જાન્યુઆરીએ થાણેમાંથી પકડી પાડ્યો હતો.

