ચાર્જશીટમાં આઠ જણને આરોપી બનાવવામાં આવ્યા છે અને ૧૪,૦૦૦ રોકાણકારો સાથે ૧૪૨ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનું લખવામાં આવ્યું છે.
ફાઇલ તસવીર
ટોરેસ જ્વેલરી કૌભાંડના કેસમાં મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ (EOW)એ ગઈ કાલે ૨૭,૧૪૭ પાનાંની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી હતી. ચાર્જશીટમાં આઠ જણને આરોપી બનાવવામાં આવ્યા છે અને ૧૪,૦૦૦ રોકાણકારો સાથે ૧૪૨ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનું લખવામાં આવ્યું છે. ટોરેસ બ્રૅન્ડની કંપની મેસર્સ પ્લૅટિનિયમ હર્ન પ્રાઇવેટ લિમિટેડ, ટૅઝગુલ ઉર્ફે તાન્યા, વૅલેન્ટિના ગણેશકુમાર, સર્વેશ સુર્વે, અલ્પેશ ખરા, તૌસિફ રિયાઝ, અર્મેન ઍટિયન અને લલ્લન સિંહ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ પૉન્ઝી સ્કીમમાં ઇન્વેસ્ટરોને લોભામણું રિટર્ન આપવાનું પ્રૉમિસ કરીને છેતરવામાં આવ્યા હતા. તમામ આરોપીઓ સામે મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઑફ ઇન્ટરેસ્ટ ઑફ ડિપોઝિટર્સ (MPID) ઍક્ટ અને બૅનિંગ ઑફ અનરેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમ્સ (BUDS) ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.


