Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વડા પ્રધાન મોદી BKC પહોંચે તે પહેલાં જ ઘટી મોટી દુર્ઘટના, એક પોલીસ ઘાયલ

વડા પ્રધાન મોદી BKC પહોંચે તે પહેલાં જ ઘટી મોટી દુર્ઘટના, એક પોલીસ ઘાયલ

19 January, 2023 05:19 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વડા પ્રધાનના સ્વાગત માટે તૈયાર કરેલો ગેટ પડ્યો

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે મુંબઈમાં છે. તેઓ સાંજે પાંચ વાગે બાંદ્રા-કુર્લા કૉમ્પલેક્સ (BKC)માં જાહેર સભા સંબોધવાના હતા. તે પહેલા જ અહીં એક મોટી દુર્ઘટના ઘટી ગઈ. સદ્નસીબે કોઈને આમા જાનહાની થઈ નહોતી.

આ પણ વાંચો - PM મોદી આજે મુંબઈમાં: આ વિસ્તારમાં ટ્રાફિકને નૉ એન્ટ્રી, બહાર નીકળતા પહેલાં વાંચો



મળતી માહિતી પ્રમાણે, બાંદ્રા-કુર્લા કૉમ્પલેક્સમાં જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેર સભાનું સંબોધન કરવાના છે ત્યાં બનાવવામાં આવેલો સ્વાગત ગેટ અને બોર્ડ પડી ગયા હતા. મોદીનું સ્વાગત કરતું બોર્ડ ધરાશાયી થયું હતું. જેમાં એક પોલીસકર્મી ઘાયલ થયાના અહેવાલ છે અને અન્ય કોઈને ઈજાઓ થઈ નથી. જોકે, બોર્ડ તાત્કાલિક દૂર ખસેડવામાં આવ્યું હતું. આ બાબતે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.


આ પણ વાંચો - આજે કયા પ્રોજેક્ટ્સને નરેન્દ્ર મોદી આપશે લીલી ઝંડી?


તમને જણાવી દઈએ કે, બીકેસીમાં ભારત ડાયમન્ડ બુર્સની સામે આવેલા ગ્રાઉન્ડમાં આજે રાતના સાડાસાત વાગ્યાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. બીકેસીમાં વડા પ્રધાનની જાહેર સભામાં દોઢેક લાખ લોકો આવવાની શક્યતા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે કુલ ૩૮,૦૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે.  વડાપ્રધાન સાંજે ૬.૩૦ વાગ્યે મુંબઈ મેટ્રોની બે લાઈનોનું ઉદ્ઘાટન કરશે અને મેટ્રોની સવારી પણ કરશે. લગભગ ૧૨,૬૦૦ કરોડની કિંમતની મુંબઈ મેટ્રો રેલ લાઇન 2A અને 7ને સમર્પિત કરશે.

Whatsapp-channel Whatsapp-channel

19 January, 2023 05:19 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK