નિયમ અનુસાર મહાનગરપાલિકા પ્રશાસનને ૧.૭૪ કરોડ રૂપિયાની આવક થઈ
રેલવેલાઇનનો વિસ્તાર કરવાના હેતુસર વૃક્ષો કાપવા માટે અંતે પ્રશાસકીય મંજૂરી મળી હતી.
રેલવેલાઇનનો વિસ્તાર કરવાના હેતુસર મુંબઈ રેલવે ડેવલપમેન્ટ ઑથોરિટીને મૂળ સહિત ૧૧૩ વૃક્ષોને હટાવવાની પરવાનગી મીરા-ભાઈંદર મહાનગરપાલિકા દ્વારા અંતે મળી ગઈ છે. આ પરવાનગીના બદલામાં મહાનગરપાલિકાની તિજોરીમાં એક કરોડ ૭૪ લાખ રૂપિયાનો ઉમેરો થયો છે. આ પરવાનગી માટે લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી અને વૃક્ષો કાપવાનો વિષય આવતાં પર્યાવરણપ્રેમીઓ દ્વારા નારાજગી દાખવવામાં આવી રહી હતી.


