આ ઘટના ૧૨ જાન્યુઆરીએ બની હતી અને પોલીસે ૬ ફેબ્રુઆરીએ આરોપીની ધરપકડ કરી હતી.
પ્રતીકાત્મક તસવીર
મલાડ પોલીસે મલાડ (વેસ્ટ)ની એક પ્રાઇવેટ સ્કૂલમાં ભણતી ૪ વર્ષની વિદ્યાર્થિનીની છેડતી કરવાના આરોપસર સ્કૂલના જ ૩૫ વર્ષના પ્યુનની ધરપકડ કરી હતી. આ ઘટના ૧૨ જાન્યુઆરીએ બની હતી અને પોલીસે ૬ ફેબ્રુઆરીએ આરોપીની ધરપકડ કરી હતી.
સ્કૂલમાં પ્યુન તરીકે કામ કરતા આરોપી પર બાળકીને અયોગ્ય રીતે સ્પર્શ કરવા બદલ પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. બાળકીએ તેનાં માતા-પિતા સાથે આ દુર્ઘટના શૅર કરી એ પછી તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. કેસ નોંધ્યા પછી પોલીસે આરોપી પ્યુનની ધરપકડ કરી હતી. તેને કોર્ટમાં હાજર કરતાં કોર્ટે તેને એક દિવસ માટે પોલીસ-કસ્ટડીમાં મોકલી દીધો હતો. દરમ્યાન, પોલીસે સ્કૂલના ટ્રસ્ટી પાસે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ માગ્યાં હતાં, પરંતુ ટ્રસ્ટીએ વિનંતી નકારી કાઢી હતી અને સમયસર પોલીસને જાણ કરી નહોતી. ત્યાર બાદ પોલીસે ટ્રસ્ટી સામે પણ કેસ નોંધ્યો હતો. જોકે ટ્રસ્ટી સામે હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.


