Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હૉસ્પિટલના માલિકના ડ્રાઇવરે જ ચોરી કર્યા ૨૧ લાખ રૂપિયા

હૉસ્પિટલના માલિકના ડ્રાઇવરે જ ચોરી કર્યા ૨૧ લાખ રૂપિયા

Published : 29 September, 2024 10:54 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાશીગાવ પોલીસે આરોપીઓની બિહારના કટીહાર જિલ્લામાં આવેલા ગામમાંથી ધરપકડ કરી હતી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


મીરા રોડ-ઈસ્ટમાં વિનયનગરમાં આવેલી રાધા નામની હૉસ્પિટલમાંથી ગયા અઠવાડિયે ૨૧ લાખ રૂપિયાની રોકડ રકમની ચોરી થઈ હતી. કાશીગાવ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરતાં ખ્યાલ આવ્યો હતો કે ૨૧ સપ્ટેમ્બરે હૉસ્પિટલના કબાટમાં રાખવામાં આવેલી ૨૧ લાખ રૂપિયાની કૅશ બીજા કોઈ નહીં પણ હૉસ્પિટલના ડ્રાઇવર સોનુ અલાઉદ્દીન શેખે તેના સાથીઓ મનીષ કુમાર મિશ્રા અને વીરેન્દ્ર પુરીની મદદથી ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું. આથી કાશીગાવ પોલીસે આરોપીઓની બિહારના કટીહાર જિલ્લામાં આવેલા ગામમાંથી ધરપકડ કરી હતી અને તેમની પાસેથી ચોરી થયેલા ૨૧ લાખ રૂપિયામાંથી ૧૮ લાખ રૂપિયા જપ્ત કર્યા હતા. આરોપી ડ્રાઇવરે હૉસ્પિટલમાં ચોરી કરવા જતી વખતે પોતાની ઓળખ છુપાવવા માટે બુરખો પહેર્યો હતો. જોકે ચોરીની ઘટના બાદથી તે ગાયબ થઈ ગયો હતો અને તેનો મોબાઇલ પણ બંધ આવતો હતો એટલે ચોરી તેણે જ કરી હોવાની શંકા ઊભી થઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

29 September, 2024 10:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK