લોકસભાની ચૂંટણીની આચારસંહિતાને ધ્યાનમાં રાખીને કોઈ મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં નહોતું આવ્યું.
ગઈ કાલે સ્થાપના-દિવસ નિમિત્તે શિવાજી પાર્કમાં ‘અબકી બાર ૪૦૦ પાર’ સ્લોગન લખેલી પતંગ BJPના કાર્યકર્તાઓએ ચગાવી હતી. શાદાબ ખાન, પી.ટી.આઇ.
ભારતીય જનતા પાર્ટી (BJP)ના ગઈ કાલે ૪૫મા સ્થાપના-દિવસે મુંબઈમાં પક્ષના નેતાઓએ કાર અને બાઇકની રૅલી કાઢી હતી અને ૪૦૦ જગ્યાએ ધજા ફરકાવવાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ સિવાય BJPના કાર્યકરોએ તેમના ઘર, સોસાયટી કે ગલીમાં ધજા ફરકાવીને પક્ષના સ્થાપના-દિવસની ઉજવણી કરી હતી. લોકસભાની ચૂંટણીની આચારસંહિતાને ધ્યાનમાં રાખીને કોઈ મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં નહોતું આવ્યું. BJPના તમામ સંસદસભ્યો, વિધાનસભ્યો અને પદાધિકારીઓએ વિવિધ સ્થળોએ પક્ષના સ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી અને પંડિત દીનદયાલની તસવીરને હાર પહેરાવીને અભિવાદન કર્યું હતું.


