મુંબઈ-પુણે એક્સપ્રેસ વે (Mumbai-Pune Expressway) પર લોનાવલા (Lonavala) નજીક ઓવર બ્રિજ પર ઑઇલ ટેન્કરનો અકસ્માત થયો છે
તસવીર સૌજન્ય: સંસ્કૃતિ યેવલે
મુંબઈ-પુણે એક્સપ્રેસ વે (Mumbai-Pune Expressway) પર લોનાવલા (Lonavala) નજીક ઓવર બ્રિજ પર ઑઇલ ટેન્કરનો અકસ્માત થયો છે. વળી તેમાં આગ લાગવાની ઘટના પણ બની છે. એને કારણે પુલ નીચે પણ અકસ્માતો થયા હોવાની માહિતી મળી રહી છે.
મુંબઈ-પુણે એક્સપ્રેસ વે (Mumbai-Pune Expressway) પર લોનાવલા ઓવરબ્રિજ પર અકસ્માત બાદ ઑઇલટેન્કરમાં આગ લાગવાની ઘટનામાં પુણે ગ્રામીણ પોલીસે જણાવ્યું હતું કે, હાઈવેની માત્ર એક બાજુનો ઉપયોગ ચાલુ હોવાથી ટ્રાફિક પૂર્ણપણે ખોરવાઈ ગયો છે.
ADVERTISEMENT
આગ લાગ્યા બાદ બચાવ કામગીરી પુરજોશે ચલાવવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ લોનાવલા (Lonavala)થી ટ્રાફિકને સંપૂર્ણપણે ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે. આ એક્સપ્રેસ વે (Mumbai-Pune Expressway) પર સખત ટ્રાફિક જામ થવાની સંભાવના હોવાને કારણે બચાવ કાર્ય માટેના પગલાં લેવામાં આવી રહ્યા છે. બચાવના તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ મુંબઈ-પૂણે હાઈવે (Mumbai-Pune Expressway) પર ખંડાલા ઘાટના કુણે બ્રિજ પર ગંભીર અકસ્માત સર્જાયો છે. કેમિકલ લઈ જતાં ટેન્કરે પલટી ખાઈ જવાને કારણે ટેન્કરમાં આગ લાગી હતી. જેને કારણે મોટો અકસ્માત થયો હોવાની માહિતી સામે આવી રહી છે.
અકસ્માત થવાને લીધે ટેન્કરમાં જે કેમિકલ ભરેલું હતું તે રોડ પર ઢોળાયું ગયું હતું. જેણે મોટો ટ્રાફિક જામ સર્જ્યો હતો. ઉપરાંત ટેન્કરમાંથી કેમિકલ ઢોળાઈ જવાથી એક બાઇક સવાર રોડ પર લપસી પડ્યો હોવાની ઘટના પણ બની હતી.
જેમાં ટુ-વ્હીલર પર જી રહેલો એક 12 વર્ષનો છોકરો પટકાયો હતો. તેનું મોત નીપજ્યું હતું. ઉપરાંત તેના માતા-પિતા ગંભીર રીતે ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ અકસ્માત સર્જાયા બાદ પુણેથી મુંબઈ તરફ આવતો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. આ અકસ્માતમાં ટેન્કર ચાલકને પણ ગંભીર ઈજા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ ઘટનાની ચોંકાવનારી તસવીરો પણ સામે આવી રહી છે. પોલીસ અને ઈમરજન્સી સર્વિસ આપતી ટુકડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર આ અકસ્માતમાં અત્યાર સુધીમાં કુલ 4 લોકોના મોત થયા છે. ઉપરાંત 3 લોકોને ગંભીર રીતે ઈજા થઈ હોવાનું પણ સામે આવી રહ્યું છે. આ આગમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાની તેમ જ ઘટનાના મૃત્યુઆંક વધવાની આશંકા પણ લગાવવામાં આવી રહી છે. આ આગનું સ્વરૂપ એટલું ભીષણ હતું કે તેની જ્વાળાઓ દૂર દૂર સુધી ફેલાઈ હતી.
આ પણ વાંચો: Mumbai Metro લાઈન 2એ, 7માં અત્યાર સુધી 3 કરોડ રાઈડરશિપની સંખ્યા પર
હાલ આ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ટેન્કરમાંથી કેમિકલ ઑઇલ લીક થયું હતું. જેથી આગ દૂર સુધી ફેલાઈ ગઈ હતી. આ આગના કારણે બ્રિજ નીચેથી પસાર થતા વાહનોને પણ ભારે નુકસાન થયું હતું.

