પાર્ટીના નેતાઓ કે કાર્યકરો દ્વારા હોર્ડિંગ્સ કે બૅનરો લગાવવામાં આવશે અથવા અખબાર, ટેલિવિઝન કે અન્ય રીતે જાહેરાત આપવામાં આવશે તો એ પાર્ટીની શિસ્તનો ભંગ કર્યો હોવાનું ગણાશે એમ BJPના મહારાષ્ટ્રના ઑફિસ સેક્રેટરી મુકુન્દ કુલકર્ણીએ જાહેર કર્યું
દેવેન્દ્ર ફડણવીસ (ફાઈલ તસવીર)
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની પંચાવનમી વર્ષગાંઠે કોઈ હોર્ડિંગ્સ કે જાહેરાતમાં પૈસા ન બગાડતાં મુખ્ય પ્રધાન રાહત ભંડોળમાં દાન કરવાની અપીલ BJP દ્વારા કરવામાં આવી છે.
બાવીસમી જુલાઈએ મુખ્ય પ્રધાનનો જન્મદિવસ છે. એ નિમિત્તે પાર્ટીના નેતાઓ કે કાર્યકરો દ્વારા હોર્ડિંગ્સ કે બૅનરો લગાવવામાં આવશે અથવા અખબાર, ટેલિવિઝન કે અન્ય રીતે જાહેરાત આપવામાં આવશે તો એ પાર્ટીની શિસ્તનો ભંગ કર્યો હોવાનું ગણાશે એમ BJPના મહારાષ્ટ્રના ઑફિસ સેક્રેટરી મુકુન્દ કુલકર્ણીએ જાહેર કર્યું હતું. આ રીતે પ્રચાર કરવાને બદલે મુખ્ય પ્રધાન રાહત ભંડોળમાં દાન કરવાની અપીલ કરવામાં આવી છે. એનું ફરજિયાતપણે પાલન થવું જોઈએ, નહીં તો એ પાર્ટીના આદેશનું ઉલ્લંઘન ગણાશે એ વાત પર મુકુન્દ કુલકર્ણીએ ભાર મૂક્યો હતો.
ADVERTISEMENT
ગેરકાયદે બાઇક-ટૅક્સી પર પોલીસની તવાઈ
ગેરકાયદે રીતે બાઇક-ટૅક્સી ચલાવતા લોકો પર મુંબઈ પોલીસે ઍક્શન લેવાનું શરૂ કર્યું છે. બુધવારે પોલીસ આવા બાઇકરોને રોકીને દંડ કરતી જોવા મળી હતી.

