Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > NMMC Water Cut: નવી મુંબઈમાં આ દિવસે પાણી કાપ, પ્રશાસને કરી આવી અપીલ

NMMC Water Cut: નવી મુંબઈમાં આ દિવસે પાણી કાપ, પ્રશાસને કરી આવી અપીલ

28 December, 2023 05:39 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (NMMC Water Cut)ના મોરબે ડેમથી દિઘા મુખ્ય જળ ચેનલ પર જાળવણી, સમારકામ અને અન્ય કામો હાથ ધરવાની જરૂર છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (NMMC Water Cut)ના મોરબે ડેમથી દિઘા મુખ્ય જળ ચેનલ પર જાળવણી, સમારકામ અને અન્ય કામો હાથ ધરવાની જરૂર છે, જે મુજબ 29મી ડિસેમ્બરને શુક્રવારે ભોકરપાડા જળ શુદ્ધિકરણ કેન્દ્ર પર સવારે 10થી રાત્રીના 10 વાગ્યા સુધી પાણીકાપ રહેશે.

તેથી એ નોંધનીય છે કે નવી મુંબઈ મહાનગરપાલિકા (NMMC Water Cut) વિસ્તાર તેમ જ કામોથે, ખારઘર નોડમાં શુક્રવારે સાંજે પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવશે અને 30 ડિસેમ્બર શનિવારના રોજ ઓછા દબાણે પાણી પુરવઠો થશે.



તદનુસાર, નવી મુંબઈ મહાનગરપાલિકા વિસ્તાર અને કામોથે, ખારઘર નોડના નાગરિકોને જાહેરમાં અપીલ કરવામાં આવે છે કે તેઓ આ સમયગાળા દરમિયાન પાણીનું સંરક્ષણ અને ઉપયોગ કરીને નવી મુંબઈ મહાનગરપાલિકાને સહકાર આપે.


દક્ષિણ મુંબઈમાં સોમવારે પાણીકાપ, આ ક્ષેત્રો રહેશે પ્રભાવિત

દક્ષિણ મુંબઈમાં અનેક વિસ્તારોમાં સોમવાર એટલે કે 18 ડિસેમ્બરના 10 ટકા પાણી કાપ (NMMC Water Cut) કરવામાં આવશે. માલાબાર જળાશયની આજે વિશેષજ્ઞોની સમિતિ નિરીક્ષણ કરશે, જેને કારણે જળાશયને ખાલી કરવામાં આવશે. આથી દક્ષિણ મુંબઈના પૉશ વિસ્તારના માલાબાર હિલ, કુલાબા, સીએસટી, ચીરા બજાર, તાડદેવ, ખેતવાડી, પૈડર રોડ જેવા અનેક ક્ષેત્રોમાં જળ પૂરવઠો પ્રભાવિત થશે.


દક્ષિણ મુંબઈમાં સોમવારે પાણીકાપ

માલાબાર હિલના પુનર્નિર્માણ માટે વિશેષજ્ઞોની સમિતિ ગઠિત કરવામાં આવી છે. આમાં આઈઆઈટી મુંબઈના પ્રોફેસર, સ્થાનિક વિશેષજ્ઞ નાગરિક અને મનપાના અધિકારી સામેલ છે. આ સમિતિ સોમવારે એટલે કે 18 ડિસેમ્બરના જળાશયોના કપ્પા ક્રમાંક 1નું સવારે 8થી 10 વાગ્યા સુધી નિરીક્ષણ કરશે. આ માટે જળાશયનું પાણી કાપ કરી દેવામાં આવ્યું છે. આથી એ, સી, ડી, જી ઉત્તર અને જી દક્ષિણ વૉર્ડના અનેક વિસ્તારોમાં 10 ટકા પાણી કાપ કરવામાં આવશે. કેટલાક વિસ્તારોમાં ઓછા દબાણથી પાણી આવશે. કેટલાક વિસ્તારોમાં જળ પૂરવઠો સમયમાં ફેરફાર કરવામાં આવસે. બીએમસી પ્રશાસને નાગરિકો પાસેથી પાણી સંરક્ષિત રાખવાની અપીલ કરી છે.

નિરીક્ષણનું બીજું ચરણ

આ પહેલા 7 ડિસેમ્બર 2023ના સમિતિએ જળાશયનું નિરીક્ષણ કર્યું હતું. આ સિવાય જળાશય ખાલી કરવાને કારણે એ, સી, ડી, જી ઉત્તર અને જી દક્ષિણ વૉર્ડમાં જળપૂરવઠો પ્રભાવિત થયો હતો. નિરીક્ષણનું આ બીજું ચરણ છે. જળાશયના નિરીક્ષણનું કામ પૂરું થયા પછી સમિતિ આગળની સલાહ આપશે. ત્યાર બાદ જળાશયના પુનર્નિર્માણ પર નિર્ણય લેવામાં આવશે.

મલબાર હિલમાં આવેલા બીએમસીના વર્ષો જૂના રિઝર્વોયરનું સમારકામ હાથ ધરાવાનું છે. એથી એ પહેલાં એ ભાગને ખાલી કરીને એની ચકાસણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સોમવારે એ ચકાસણી થવાની હોવાથી તળ મુંબઈના કેટલાક ભાગમાં એ દિવસે પાણીકાપ જાહેર કરવામાં આવ્યો છે.

મલબાર હિલ રિઝર્વોયરની ચકાસણી કરવા બીએમસીના અધિકારીઓ સાથે આઇઆઇટી-પવઈના એક્સપર્ટ્સ અને સ્થાનિક એક્સપર્ટ જવાના છે. એથી તળ મુંબઈના ‘એ’, ‘સી’ અને ‘ડી’ વૉર્ડમાં સોમવારે ૧૦ ટકા પાણીકાપ રહેશે. આ ઉપરાંત ‘જી નૉર્થ’ અને ‘જી સાઉથ’ વૉર્ડમાં પણ ૧૦ ટકા પાણીકાપ રહેશે. એ સિવાય પ્રેશર પણ ઓછું રહેશે. એથી બીએમસી દ્વારા ઉપરોક્ત વૉર્ડના રહેવાસીઓને પાણી સાચવીને વાપરવાનું સૂચન કરાયું છે.

Whatsapp-channel Whatsapp-channel

28 December, 2023 05:39 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK