Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ન્યૂઝ શોર્ટમાં: ગુજરાતથી ફરવા આવેલા યુવકોને બાંદરા-વરલી સી-લિન્ક પર રીલ બનાવવાનું ભારે પડી ગયું

ન્યૂઝ શોર્ટમાં: ગુજરાતથી ફરવા આવેલા યુવકોને બાંદરા-વરલી સી-લિન્ક પર રીલ બનાવવાનું ભારે પડી ગયું

Published : 09 July, 2026 09:12 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાર પાર્ક કરીને મસ્તી કરતા યુવકો સામે FIR, ડ્રાઇવિંગ લાઇસન્સ જપ્ત

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બાંદરા-વરલી સી-લિન્ક પર કાર ઊભી રાખીને સોશ્યલ મીડિયા માટે રીલ બનાવવાનું ગુજરાતના ૪ યુવકોને ભારે પડી ગયું હતું. હાજી અલી દરગાહનાં દર્શન કરવા માટે પહેલી વાર મુંબઈ આવેલા આ યુવકોએ સી-લિન્કનો સુંદર નજારો જોઈને હાઈ-સ્પીડ કૉરિડોરની વચ્ચે પોતાની કાર ઊભી રાખી દીધી હતી. એટલું જ નહીં, કારમાંથી ઊતરીને રસ્તા પર ડાન્સ કરવા લાગ્યા હતા અને એનો વિડિયો શૂટ કરી રહ્યા હતા. આ માહિતી મળતાં જ ટ્રાફિક-પોલીસે પૅટ્રોલિંગ ટીમોને અલર્ટ કરી લોટસ જંક્શન પાસે કારને આંતરી લીધી હતી અને ચારેય યુવકોને વરલી પોલીસ-સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધીને તેમની રીલ ડિલીટ કરાવવામાં આવી હતી.

વરલી પોલીસે કાર-ડ્રાઇવર અને તેની સાથે મુસાફરી કરી રહેલા લોકો સામે મોટર વ્હીકલ ઍક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે તેમ જ તપાસ માટે તેમનું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ જપ્ત કરી લીધું છે.



મુંબઈ ઍરપોર્ટ પર એક જ રનવે પર સામસામે આવેલાં વિમાનોની ઘટનામાં તપાસના આદેશ


મુંબઈ ઍરપોર્ટ પર મંગળવારે રાત્રે એક મોટી વિમાની દુર્ઘટના સહેજ માટે ટળી ગઈ હતી. વિમાનો એક જ સમયે રનવે-નંબર ૨૭ પર સામસામે આવી ગયાં હતાં. જોકે ઍર ટ્રાફિક કન્ટ્રોલ (ATC)ની સતર્કતાને કારણે સેંકડો મુસાફરોના જીવ બચી ગયા હતા. આ ગંભીર ઘટના બાદ એવિયેશન રેગ્યુલેટર ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન (DGCA)એ સત્તાવાર તપાસનો આદેશ આપ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર મંગળવારે રાત્રે આશરે ૯.૪૦ વાગ્યે સિલિગુડીથી આવેલી ઍર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ રનવે ૨૭ પર લૅન્ડ થયા બાદ હજી રનવે ખાલી કરી રહી હતી. બરાબર એ જ સમયે દિલ્હી જવા માટે તૈયાર ઍર ઇન્ડિયાના વિમાને એ જ રનવે પર ટેક-ઑફ કરવા માટે પૂરપાટ ઝડપે દોડવાનું શરૂ કરી દીધું હતું. રાતના અંધારા અને ચોમાસાને કારણે ભીના રનવે વચ્ચે બન્ને વિમાનો એક જ પટ્ટી પર હોવાનું ATCના ધ્યાન પર આવતાં જ તાત્કાલિક ઍર ઇન્ડિયાના પાઇલટને ટેક-ઑફ રોકવાનો ઇમર્જન્સી આદેશ આપ્યો હતો. પાઇલટે ભારે ઝડપ વચ્ચે ઇમર્જન્સી બ્રેક લગાવીને વિમાનને સુરક્ષિત રીતે અટકાવી દીધું હતું. આ ઘટનામાં સદ્નસીબે કોઈ મુસાફરને ઈજા થઈ નથી કે વિમાનને નુકસાન થયું નથી. સિંગલ રનવેને કારણે અહીં વિમાનોના ટેક-ઑફ અને લૅન્ડિંગ વચ્ચેનો સમયગાળો એટલો ટૂંકો હોય છે કે સેકન્ડોની ભૂલ પણ જીવલેણ સાબિત થઈ શકે છે. ચોમાસામાં ભીના રનવેને કારણે બ્રેકિંગ-ડિસ્ટન્સ વધી જાય છે, જે રાતના સમયે પાઇલટો અને ATC માટે આવી સ્થિતિમાં પડકાર બમણો કરી દે છે.


Whatsapp-channel Whatsapp-channel

09 July, 2026 09:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK