આખા કેસની તપાસ મહારાષ્ટ્ર સાઇબર પોલીસને સોંપવામાં આવી છે.
પ્રણિત મોરે
સ્ટૅન્ડ-અપ કૉમેડી શોમાં ૩૭૦ રૂપિયાની બિરયાની ખવડાવીને સેક્સનો અધિકાર મળી ગયો જેવી વલ્ગર અને અસંવેદનશીલ ટિપ્પણીને કારણે વિવાદમાં ફસાયેલા કૉમેડિયન પ્રણિત મોરેની મુશ્કેલીઓ વધી છે. પહેલાં જ પ્રણિત વિરુદ્ધ ગુનો નોંધાયો છે ત્યારે હવે પ્રણિતના બધા જ કૉમેડી વિડિયો અને વાઇરલ ક્લિપ્સની તપાસ કરવાનો આદેશ મહારાષ્ટ્ર સરકારે આપ્યો છે. આખા કેસની તપાસ મહારાષ્ટ્ર સાઇબર પોલીસને સોંપવામાં આવી છે.
દહાણુમાં બે સગી બહેનો પર બળાત્કાર કરીને નાસી ગયેલો આરોપી ભરૂચથી પકડાયો
ADVERTISEMENT
પાલઘરમાં એક મહિલા અને તેની સગીર બહેન પર બળાત્કાર અને બ્લૅકમેઇલ કરવાના આરોપમાં પાલઘર પોલીસે ભરૂચથી ૨૩ વર્ષના એક યુવાનની શનિવારે રાતે ધરપકડ કરી હતી. બે અઠવાડિયાં પહેલાં પાલઘરના દહાણુ વિસ્તારમાં ગુનો પ્રકાશમાં આવ્યો ત્યારથી નાસતા ફરતા આરોપીને શોધવા માટે કેટલાંક રાજ્યોમાં ટીમ મોકલવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી (BJP)નાં વિધાન પરિષદનાં સભ્ય ચિત્રા વાઘે આરોપી પકડાતાં સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે ‘બહેન-દીકરીઓને હેરાન કરનારાને છોડીશું નહીં.’
