દરરોજ સાંજે સાત વાગ્યે જગતજનની જગદંબાની આરતી ઉતારીને પ્રેરણા રાસ શરૂ કરવામાં આવશે
મનીષ જોષી, પ્રીતિ સાવલા ગાંધી, ભાવિન શાસ્ત્રી, સંગીતા લાબડિયા
મુલુંડના કાલિદાસ ગ્રાઉન્ડમાં ૧૬મા વર્ષે નવા જોશ, નવા ઉમંગ અને નવા તરંગ સાથે મોરયા એન્ટરટેઇનમેન્ટ પ્રેરણા રાસ ૨૦૨૩નું ભવ્ય આયોજન કરવા સુસજ્જ છે. મુલુંડના કાલિદાસના વિશાળ ગ્રાઉન્ડ ખાતે રવિવાર, ૧૫ ઑક્ટોબરથી મંગળવાર, ૨૪ ઑક્ટોબર એમ કુલ દસ દિવસ સુધી ખેલૈયાઓ તથા દાંડિયા-ગરબા અને રાસરસિકો મન ભરીને નવરાત્રોત્સવ માણી શકશે અને એ માટે આયોજન સમિતિ તૈયારીઓમાં લાગી ગઈ છે.
દરરોજ સાંજે સાત વાગ્યે જગતજનની જગદંબાની આરતી ઉતારીને પ્રેરણા રાસ શરૂ કરવામાં આવશે. મુલુંડના કાલિદાસના ગ્રાઉન્ડમાં રંગબેરંગી આકર્ષક લાઇટિંગથી ઝગમગતા વિશાળ સ્ટેજ પર પ્રખ્યાત બૅન્ડ ‘એમજે સૂર ધ સૉલ’ એમના બે ડઝન કરતાં વધુ વાદ્યવૃંદકારો સાથે સંગીતના સૂર રેલાવશે. સુમધુર સંગીતને સૂરનો સાથ આપવા માટે વર્સેટાઇલ સિંગર એમજે ફેમ મનીષ જોષી અને બૉલીવુડના સૂફી ગાયક ભાવિન શાસ્ત્રી તેમના સુમધુર કંઠે સૂરો રેલાવશે. સાથે-સાથે કોકિલકંઠી પ્રીતિ સાવલા ગાંધી અને પ્રખ્યાત લોકગાયિકા સંગીતા લાબડિયા પણ તેમની આગવી શૈલીમાં લોકગીતો અને સુપ્રસિદ્ધ ગીતોની જમાવટ કરશે. ખેલૈયાઓના આરોગ્ય બાબતે વિશેષ કાળજી લેતાં કાલિદાસ ગ્રાઉન્ડમાં અત્યાધુનિક ત્રણ મેડિકલ સેન્ટર તથા ઍમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા, ઠેર-ઠેર ફર્સ્ટ એઇડ બૉક્સ પણ રખાશે. ખેલૈયાઓના આરોગ્ય બાબતે વિશેષ કાળજી લેતાં આ વર્ષે પ્રેરણા રાસમાં અત્યાધુનિક ત્રણ મેડિકલ સેન્ટર ઊભાં કરવામાં આવશે, જેમાં સ્પેશ્યલિસ્ટ ડૉક્ટરો અને તેમની મેડિકલ ટીમ તહેનાત રહેશે. આપાતકાલીન સ્થિતિમાં કોઈ ખેલૈયાની તબિયત વધુ બગડે તો તેમને હૉસ્પિટલમાં ખસેડવા માટે ઍમ્બ્યુલન્સની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.


