Nashik Road Accident: બે લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી છે. ત્રણ મહિલા, ત્રણ પુરુષ અને એક બાળકનો આ એક્સિડન્ટમાં જીવ ગયો છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - એઆઈ)
મહારાષ્ટ્રના નાસિક જિલ્લા (Nashik Road Accident)માં એક કરુણ રોડ એક્સિડન્ટ થયો છે. એક કારની મોટરસાયકલ સાથે ટક્કર થઈ ગઈ હતી. આ ટક્કર એટલી ભીષણ હતી કે આ એક્સિડન્ટમાં કુલ સાત લોકોનાં મોત નીપજ્યાં છે અને અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ગઈ મોડી રાત્રે ડિંડોરી શહેર નજીક થયેલા આ એક્સિડન્ટ અંગે સ્થાનિક પોલીસને રાત્રે ૧૧.૫૭ કલાકે જાણકરી આપવામાં આવી હતી. મળેલી માહિતી પ્રમાણે પોલીસ એક્સિડન્ટ સ્થળ પર પહોંચી હતી. વાહન રસ્તાની બાજુમાં એક નાનાં નાળામાં ખાબકી ગયેલ જોવા મળ્યું હતું.
આ કરુણ એક્સિડન્ટ (Nashik Road Accident)માં કુલ સાત લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અન્ય બે લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી છે. ત્રણ મહિલા, ત્રણ પુરુષ અને એક બાળકનો આ એક્સિડન્ટમાં જીવ ગયો છે. મૃતકોની ઓળખ ૨૮ વર્ષીય દેવીદાસ પંડિત ગાંગુર્ડે, ૨૩ વર્ષીય મનીષા દેવીદાસ ગાંગુર્ડે, ૪૨ વર્ષીય ઉત્તમ એકનાથ જાધવ, ૩૮ વર્ષીય અલકા ઉત્તમ જાધવ, ૪૫ વર્ષીય દત્તાત્રેય નામદેવ વાઘમારે, ૪૦ વર્ષીય અનસૂયા દત્તાત્રેય વાઘમારે અને બે વર્ષીય ભાવેશ દેવીદાસ ગાંગુર્ડે તરીકે થઈ છે.
ADVERTISEMENT
સંબંધીના ઘરે બર્થ-ડે પાર્ટી કરીને પાછાં ફરી રહ્યાં હતાં ને કાળનો કોળિયો બની ગયાં
રિપોર્ટ પ્રમાણે મૃતકો કોશિમ્બે દેવથાન ગામ અને સરસાલે ગામના રહેવાસીઓ છે. મૃતકો (Nashik Road Accident) અલ્ટો કારમાં બેસીને ટ્રાવેલ કરી રહ્યા હતા. આ લોકો કોઈ સંબંધીના પુત્રના બર્થડે નિમિત્તે નાશિક ગયા હતા. તેઓ જ્યારે પોતાના ગામમાં પરત ફર્યા હતા ત્યારે આ એક્સિડન્ટ બન્યો છે. પોલીસે જણાવ્યું હતું કે આ દર્દનાક હાદસા બાદ અલ્ટો કાર રસ્તાની બાજુના વહેણમાં ખાબકી ગઈ હતી. ત્યારબાદ અંદર બેઠેલા કોઈ બહાર આવી શક્યા ન હતા. પરિણામે, મોં અને નાકમાં પાણી ભરાઈ જવાથી તેઓનું મોત નીપજ્યું હતું. આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે. બે લોકોને ઇજાઓ થઈ છે.
થાણેમાં મહિલાનું મોત
Nashik Road Accident: મહારાષ્ટ્રના થાણે શહેરમાં અજાણ્યા વાહન દ્વારા સ્કૂટરને ટક્કર મારવામાં આવી હતી. જેને કારણે ૨૧ વર્ષીય મહિલાનું મોત થયું હતું, એમ ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું. એક અધિકારીએ જણાવ્યું હતું કે આ એક્સિડન્ટ 12 જુલાઈના રોજ રાત્રે 10 વાગ્યાની આસપાસ નાગલા બંદર ખાતે થયો હતો. તેમણે જણાવ્યું હતું કે ઘોડબંદર રોડનો રહેવાસી ગઝલ ટુટેજા સ્કૂટર પર જઇ રહ્યો હતો ત્યારે એક અજાણ્યા વાહન દ્વારા તેને પાછળથી ટક્કર મારવામાં આવી હતી. મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને કાસરવડવલી પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. પોલીસે કેસ નોંધ્યો છે અને ટક્કર મારનાર વાહનના માલિકને શોધવા માટે તપાસ ચાલી રહી છે.

