Mumbai Traffic: દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે આ નવી પોલીસી દ્વારા કાર માલિકો પાસે પાર્કિંગ સ્પેસ છે કે નહીં તે સુનિશ્ચિત થઈ શકશે
દેવેન્દ્ર ફડણવીસની ફાઇલ તસવીર
મુંબઈ તેમ જ મહારાષ્ટ્રમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાઓ (Mumbai Traffic)ના નિવારણ માટે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે યોજના બનાવી હોવાની વાત સામે આવી છે. તેઓએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, "અમે શહેરમાં ઘણી જાહેર પાર્કિંગ સુવિધાઓ પૂરી પાડી છે, જે હવે એપ દ્વારા પણ એક્સેસ કરી શકાય એમ છે.”
પહેલા પાર્કિંગ પછી જ કાર- શું છે મહારાષ્ટ્ર સરકારની આ પોલિસી
ADVERTISEMENT
Mumbai Traffic: અત્યારે શહેરમાં વાહનોના પાર્કિંગની સમસ્યા જડબું ફાડીને ઊભી હોય તેમ જણાઈ રહ્યું હોવાથી મહારાષ્ટ્ર સરકાર તેની માટેર નવી નીતિ પર કામ કરી રહી છે. હવે કારની ખરીદી કરનારાઓ માટે મહત્વના સમાચાર સમેયવી રહ્યા છે કે વાહન ખરીદનારાઓએ વાહન લેતા પહેલા પાર્કિંગની જગ્યા વિશે માહિતી પ્રદાન કરવી પડશે.
હવે આડેધડ પાર્કિંગ ખતમ
તાજેતરમાં જ કોઈ ઇંટરવ્યૂ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે આ પોલીસી દ્વારા કાર માલિકો પાસે પાર્કિંગ સ્પેસ છે કે નહીં તે સુનિશ્ચિત થઈ શકશે. એ પાર્કિંગ પ્લેસ ભલે પછી મહાનગરપાલિકાની સ્પેસ હોય કે તેઓએ ખરીદી હોય. તે ભાડે પણ હોઈ શકે. અત્યારે ઘણા લોકો આડેધડ પાર્કિંગ કરી નાખતા હોય છે જે આખરે ટ્રાફિકની સમસ્યા (Mumbai Traffic) સર્જે છે. તે ઉપરાંત જાહેર રસ્તાઓ પર પાર્કિંગ કરવામાં આવતું હોવાથી રહેવાસીઓને ઘણી મુશ્કેલીઓ પણ પડે છે.
તમને જણાવી દઈએ કે આ પોલિસીનો અમલ ટૂંક સમયમાં જ થઈ શકે છે. જોકે, મુખ્યમંત્રી દ્વારા પબ્લિક પાર્કિંગ પહેલ અથવા પ્રાઇવેટ બિલ્ડિંગમાં પાર્કિંગની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની યોજના અંગે વધારાની વિગતો શૅર કરી નહોતી.
Mumbai Traffic: કાયદો અને વ્યવસ્થાના મુદ્દાઓને લઈને વિરોધ પક્ષોની ટીકાઓ પણ મીંડું મૂકતાં ફડણવીસે મુંબઈ ભારતનું સૌથી સુરક્ષિત શહેર છે એવો મત વ્યક્ત કર્યો હતો. તાજેતરમાં જ જ્યારેર એક્ટર સૈફ અલી ખાન પર બાંદ્રામાં તેમના હુમલો કરવામાં આવ્યો હતો તે બાદ મુખ્યમંત્રીનું આવું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું હતું કે, “આ ઘટના ગંભીર છે, અને અમે તેને ગંભીરતાથી લઈએ છીએ. જો કે, જ્યારે આપણે સમગ્ર ભારતમાં મેટ્રોપોલિટન વિસ્તારોની તુલના કરીએ છીએ, ત્યારે મુંબઈ સૌથી સુરક્ષિત તરીકે ઊભરી આવે છે” આ સાથે જ તેઓએ મહારાષ્ટ્ર રાજ્યને `મેગ્નેટિક મહારાષ્ટ્ર` અને દેશની ઔદ્યોગિક મહાસત્તા તરીકે ગણાવ્યું હતું. આ સંદર્ભે વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં અમને જે નિર્ણાયક આદેશ મળ્યો છે તેનાથી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે. અમારી પાછલી સરકારની કામગીરીને ધ્યાનમાં લઈને રોકાણકારોએ પણ અમારામાં વિશ્વાસ વ્યક્ત મૂક્યો છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં અમને વિશાળ જનાદેશ મળ્યા બાદ ઈન્વેસ્ટર્સનો આત્મવિશ્વાસ હજી વધ્યો છે.

