મુંબઈગરાએ હેરાનગતિ ન ભોગવવી પડે એટલા માટે આવતી કાલથી BMC પાણીના રિઝર્વ ક્વોટામાંથી સપ્લાય ચાલુ કરશે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈગરાની રોજની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) હવે આવતી કાલથી પાણીના રિઝર્વ સ્ટૉકમાંથી પાણીની સપ્લાય કરશે. ૧૩ જૂને લેવાયેલા સ્ટૉક મુજબ મુંબઈને પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાં મળીને ૧,૩૩,૩૬૪ મિલ્યન લીટર પાણીનો સ્ટૉક બચ્યો હતો જે કુલ કૅપેસિટીના ૯.૨૧ ટકા હતો.
BMC દ્વારા આવતી કાલે ૧૬ જૂનથી અપર વૈતરણાના રિઝર્વ સ્ટૉકમાંથી પાણી છોડવામાં આવશે. અપર વૈતરણા રાજ્ય સરકારના અખત્યાર હેઠળ આવે છે, જેમાંથી દર વર્ષે ચોક્કસ માત્રામાં પાણી BMCને સપ્લાય કરવામાં આવે છે. હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટના કહેવા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં વૈતરણા નદીના ઉપરવાસમાં ૧૦૩ મિલીમીટર વરસાદ નોંધાયો હતો.


