Mumbai Threat: એક પોલીસ અધિકારીએ કહ્યું કે અમે અમેરિકન કોન્સ્યુલેટને ધમકીભર્યો ઈમેલ મોકલવા બદલ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધી છે
પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- મુંબઈમાં અમેરિકાના કૉન્સ્યુલેટ જનરલને ધમકીભર્યો ઈમેલ મળ્યો
- જો બાઈડન માંગે માફી નહીંતર ઉડવી દઈશ અમેરિકા
- અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસે નોંધી ફરિયાદ
Mumbai Threat: મુંબઈના BKC વિસ્તારમાં (બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ) સ્થિત યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના કૉન્સ્યુલેટ જનરલને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. મુંબઈ પોલીસે જણાવ્યું કે આ ધમકીભર્યો મેલ મળ્યા બાદ, BKC પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 505(1)(B) અને 506(2) હેઠળ એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે આ ઈમેલ 9 ફેબ્રુઆરીએ સવારે 3 વાગ્યે આવ્યો હતો, ત્યારબાદ કોન્સ્યુલેટ ઓફિસે મુંબઈ પોલીસને જાણ કરી હતી.